થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્રણ ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો જેને લઈ સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી હતી. ત્યારે આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે અપડેટ સામે આવી છે જેમાં સિગ્નલ જૂનિયર ઈંજિનિયર પોતાના પરિવાર સાથે ગાયબ થઈ ગયો છે. પરિવાર સાથે અચાનક ગાયબ થઈ જતાં સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા તેમના ઘરને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે તપાસ માટે સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે તેમનું ઘર બંધ હતું અને પરિવારના સભ્યો કોઈ હાજર ન હતા. એવી પણ માહિતી સામે આવી છે જેમાં શરૂઆતી તપાસ દરમિયાન સીબીઆઈએ તેમની પૂછપરછ કરી હતી.
ઓડિશામાં સર્જાયો હતો ત્રિપલ ટ્રેન અકસ્માત!
ઓડિશામાં થોડા સમય પહેલા ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે લોકોમાં દુખની લાગણી પ્રવર્તી ઉઠી હતી. ત્યારે આ મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટના જ્યારથી બની હતી ત્યારથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ત્યાં ઉપસ્થિત હતા. પીએમ મોદીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલ લોકો સાથે વાતચીત કરી હતી. આ ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. 16 જૂનના રોજ તપાસ માટે ટીમે ત્યાંની મુલાકાત લીધી હતી તે બાદ 19 જૂનના રોજ ફરી એક વખત ટીમ ત્યાં ગઈ હતી. તે દરમિયાન સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરની પૂછપરછ કરી હતી.
સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરને કરાયું સીલ!
જ્યારે સીબીઆઈની ટીમ ફરી વખત સિગ્નલ જૂનિયર ઈન્જિનિયરના ઘરે પહોંચી ત્યારે પરિવારના સભ્યો હાજર ન હતા. ઘરમાં કોઈ મળ્યું ન હતું. મળતી માહિતી અનુસાર સીબીઆઈની ટીમ દ્વારા તેમના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે. ટ્રેન સંચાલન દરમિયાન ટ્રેનની સુરક્ષામાં જૂનિયર ઈન્જિનિયરનો રોલ મહત્વનો હોય છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 200થી વધારે લોકોના મોત થઈ ગયા છે. થોડા સમય પહેલા એક ચિઠ્ઠી પણ વાયરલ થઈ હતી જેમાં ટ્રેનને લઈ વોર્નિંગ આપવામાં આવી હતી.