ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, નિવૃત્ત SC ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસની કરાઈ માંગ


  • Published By :
  • Published Date : 2023-06-04 17:10:46

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ દુર્ઘટનાની તપાસ અંગે કોર્ટમાં  PIL દાખલ કરવામાં આવી છે. આ PIL એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. PILમાં માંગ કરવામાં આવી હતી કે, “રેલવે સિસ્ટમમાં વર્તમાન જોખમ અને સુરક્ષા માપદંડોનું વિશ્લેષણ અને સમીક્ષા કરે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં નિષ્ણાત પેનલની રચના કરવામાં આવે. PIL એ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલ્વેમાં તાત્કાલિક અસરથી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ (કવચ સુરક્ષા સિસ્ટમ તરીકે ઓળખાતી) ના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરવાની પણ માંગ કરી છે.


 275 લોકોના મોત, 1175 લોકો ઘાયલ


ઓડિશા ટ્રેન દુર્ઘટના ઓડિશાના બાહાનાગા બજાર સ્ટેશન પર ત્રણ ટ્રેનો બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે, જ્યારે  આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. 


ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કારણે સર્જાઈ દુર્ઘટના  


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અકસ્માતનું કારણ જાણી લેવામાં આવ્યું છે. તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. અકસ્માત માટે જવાબદારોની ઓળખ કરી લેવામાં આવી છે. આ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર ઓફ રેલ્વે સેફટીએ તપાસ હાથ ધરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો.

 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..