ઓડિશામાં કાચાકામના કેદી કેદીઓના પગની ઘૂંટીમાં GPS ટ્રેકર ફીટ કરાશે, જાણો અનોખી યોજના વિશે


  • Published By :
  • Published Date : 2023-08-29 16:26:16

ઓડિશાની જેલોમાં બંધ કેદીઓની સંખ્યામાં ભરાવો થતાં હવે રાજ્ય સરકારે મહત્વની યોજના બનાવી છે. યોજના મુજબ હવે કેદીઓના શરીર પર GPS ઉપકરણ લગાવીને તેમને તેમના ઘરોમાં કેદ કરવામાં આવશે. ઓડિશાના જેલ પ્રશાસને જેલ ખર્ચ ઘટાડવા અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આ પ્રસ્તાવ મૂક્યો છે. ડીજી જેલ ડો. મનોજ છાબરાએ જણાવ્યું હતું કે તેમણે સરકારને આ દરખાસ્ત મોકલી છે. આ ઉપકરણની કિંમત 10 થી 15 હજારની વચ્ચે હશે. જો કોઈ કેદી નિશ્ચિત મર્યાદાની બહાર જવાનો પ્રયાસ કરશે તો આ ઉપકરણ એલર્ટ કરશે.


કાચાકામના કેદીઓ પર લગાવાશે GPS tracker


ડીજી જેલ ડો. મનોજ છાબરાએ કહ્યું કે સરકાર હજુ પણ આ પગલા પર વિચાર કરી રહી છે. આ ઉપકરણનો ઉપયોગ કાચાકામના કેદીઓમાં કરી શકાય છે. આ ઉપકરણ કેદીઓના પગની ઘૂંટીમાં ફીટ કરવામાં આવશે. તાજેતરમાં જ જેલ પ્રશાસને પણ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ આ પ્રકારનું ઉપકરણ રજૂ કર્યું હતું. આ પગલાથી જેલમાં કેદીઓની વધતી સંખ્યા અને તેમના ખર્ચમાંથી છુટકારો મળશે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્યોને આદેશ આપ્યો હતો કે સાત વર્ષથી ઓછી કેદની સજા ધરાવતા ગુનેગારોની ધરપકડ ન કરો. સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કેદીઓમાં ઓડિશાનો હિસ્સો 65 ટકા છે. રાજ્યની 87 જેલોમાં 20 હજાર જેટલા કેદીઓ છે.

 

કેદીઓના ગોપનીયતાના અધિકારનું શું?


ઓડિશા સરકારની આ મહત્વની યોજનાનો રાજ્યના માનવાધિકાર કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઉપકરણનો આ રીતે ઉપયોગ કરવામાં આવશે તો સૌથી પહેલા તે વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે. જે મૂળભૂત અધિકાર છે. એવું પણ બની શકે છે કે જો કોઈની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે, તો તેનો તમામ ડેટા ઉપકરણમાં રાખવામાં આવશે. બાદમાં આ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. કોઈપણ ઉપકરણની જેમ તેને નિયમિતપણે ચાર્જ કરવું પડશે. જો કોઈ ચાર્જ નહીં કરે, તો તેની બેટરી કામ કરવાનું બંધ કરી દેશે. આ સિવાય આ એક ટેક્નિકલ ડિવાઈસ છે જે ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં આરોપીઓ સાથે ઉપકરણમાં છેડછાડ પણ થઇ શકે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?