ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા કુમાર દાસ પર ઝરસુગુડા જિલ્લામાં બ્રીજરાજનગર નજીક ફાયરિંગ કરવામાં આવ્યું છે. નાબા કુમાર દાસની જ સુરક્ષામાં તૈનાત ASI ગોપાલદાસે જ ગોળી મારી દીધી હતી. આ ઘટના રવિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર વિસ્તારમાં બની હતી. ફાયરિંગ બાદ ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ભુવનેશ્વર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
નાબા કુમાર દાસ હોસ્પિટલમાં દાખલ
એક કાર્યક્રમમાં હાજરી આપવા બ્રીજરાજનગર પહોંચેલા નબા દાસ કારમાંથી નીચે ઉતરતા હતા ત્યારે સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર તેમને છાતીમાં 4-5 ગોળીઓ વાગી છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. નાબા કુમાર કિશોર દાસને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી છે.
આરોપી ASI ફરાર
નાબા દાસ પર ફાયરિંગ તેમની જ સુરક્ષા માટે ફરજ બજાવતા ASI ગોપાલદાસે જ કર્યું છે. આરોગ્ય મંત્રી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ તરફથી હજી સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે આરોપી ASI ગોપાલ દાસ ફરાર થઈ ગયો છે. નાબા દાસ પર આ હુમલો પૂર્વયોજીત હોવાનું મનાય છે.