ઓડિશામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 8 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક વાહનની ટ્રક સાથે ટક્કર થઈ જેને કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે. આ દુર્ઘટના ઘાટગાંવ વિસ્તારમાં આવેલા નેશનલ નં. હાઈવે 20 પર બની. મળતી માહિતી અનુસાર વાહનમાં સવાર લોકો સવારે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. જે લોકોના મોત થયા છે તે જાંગન જિલ્લાના પુદામારીથી દેવી ત્રારિણી દર્શન માટે જઈ રહ્યા હતા અને તે વખતે આ અકસ્માત સર્જાયો.
ઘટનામાં થયા 8 જેટલા લોકોના મોત
દેશભરમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે એક ગોઝારો અકસ્માત ઓડિશામાં બન્યો છે જેમાં ઘટના સ્થળ પર 7 લોકોના મોત થઈ ગયા જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થઈ ગયું છે. મોટું વાહન લઈ લોકો મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા અને તે વખતે તેમનું વાહન ટ્રક સાથે અથડાયું અને આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. એવી માહિતી સામે આવી છે કે જે વાહનમાં બેસીને મંદિરે દર્શન કરવા લોકો જઈ રહ્યા હતા તે વાહનના ડ્રાઈવરને અચાનક ઝબકી આવી ગઈ. જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ મામલે પોલીસે તપાસ આરંભી છે.
અનેક કારણોસર સર્જાતા હોય છે અકસ્માત
મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હશે. કોઈ એકની ભૂલ બીજા માટે સજા સાબિત થઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. તો કોઈ કિસ્સામાં ઓવરટેક કરવાના ચક્કરમાં ગંભીર અકસ્માત સર્જાવાય છે.