ઓડિસા ટ્રેન દુર્ઘટના: CBIને અકસ્માતની કડી મળી, એક અધિકારી સહિત 5 લોકોની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-12 15:03:08

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIની ટીમે મહત્વની કાર્યવાહી કરતા 5 લોકોની અટકાયત કરી છે. ઓડિસાના બાલાસોર જિલ્લાના બહાનાગા ખાતે 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતના સંબંધમાં 5 લોકોની અટકાયત કરી હતી. આ 5 લોકોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. CBIએ કથિત રીતે બહાનાગા ASMની પણ અટકાયત કરી છે. 


CBIની ટીમે કેટલાક લોકોની કરી પૂછપરછ


CBIની 10 સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. CBIની ટીમ આ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. અકસ્માતની તપાસ દરમિયાન સેન્ટ્રલ બ્યુરોએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. લગભગ 9 અધિકારીઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટના માટે જવાબદાર હતા તેઓ હવે CBIના સ્કેનર હેઠળ છે. કેન્દ્રીય બ્યુરો સહાયક સ્ટેશન માસ્ટર અને ગેટ મેનની પૂછપરછ કરી રહી છે. 


બહાનગા બજાર સ્ટેશન સીલ


અત્રે ઉલ્લેખનિય છે કે બહાનગા બજાર સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી CBI તેની પરવાનગી ન આપે ત્યાં સુધી કોઈ પણ ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલ્વે સ્ટેશન પરથી વૈજ્ઞાનિક ટીમે અનેક નમૂનાઓ જપ્ત કર્યા છે. રિલે રૂમને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યો છે. CBIની ટીમને આ અકસ્માતની કડી મળી ગઈ છે. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 288ના મોત જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.