Delhiમાં હમણાં લાગુ નહીં થાય Odd-Even ફોર્મ્યુલા, વધતા પ્રદૂષણની વચ્ચે જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-11-11 16:19:51

વાયુ પ્રદૂષણની સમસ્યા ન માત્ર દિલ્હીની પરંતુ દેશના અનેક રાજ્યોની બની ગઈ છે. અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. દિવાળી સમયે ગુજરાતના અનેક શહેરોનું એક્યુઆઈ વધી ગયું છે જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે હવા ઝેરી બની છે. દિલ્હીમાં તો પ્રદૂષણએ માઝા મૂકી છે. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે દિલ્હી સરકારે ફરી એક વખત ઓડ-ઈવનને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. 13થી 20 નવેમ્બર સુધી આ કાયદાનો કડક અમલ થવાનો હતો પરંતુ હમણાં માટે આ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રીએ આપી હતી.

પ્રદૂષણ ઘટાડવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ

દિલ્હીના લોકો ભયંકર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. હવાની ગુણવત્તા સતત નીચે જઈ રહી છે. દિલ્હીની હવા ઝેરી બની રહી છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે દિલ્હી સરકાર અનેક પગલા લઈ રહી છે. ઓડ-ઈવન ફોર્મ્યુલાને 13 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન લાગુ કરવામાં આવવાની હતી પરંતુ હાલઆ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ જવાબદાર છે દિલ્હીમાં પડેલો વરસાદ. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે કુત્રિમ વરસાદ કરવા અંગેની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી વર્ષા થઈ ગઈ. વરસાદ થવાને કારણે પ્રદૂષણ ઘટ્યું છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ નિર્ણયની જાણકારી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી હતી. 


શું કહ્યું પર્યાવરણ મંત્રીએ આ અંગે?

પર્યાવરણ મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ સતત વણસી રહી છે. AQI સ્તર ખૂબ જ ગંભીર શ્રેણીને પણ વટાવી ગયું હતું. પરંતુ ગઈકાલે રાત્રે વરસાદના કારણે વાતાવરણમાં ઘણો પલટો આવ્યો હતો. પવનની ઝડપ પણ વધી છે. જેના કારણે પ્રદૂષણના સ્તરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. રાયે કહ્યું કે વરસાદ અને પવનની ઝડપ વધવાને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. તેથી દિલ્હીમાં 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. દિવાળી પછી તેની ફરી સમીક્ષા કરવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.