પંજાબ સહિત દિલ્લીના પશ્ચિમના જિલ્લાઓમાં પરાળી સળગાવતા દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. તે મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. અરવિંદ કેજરીવાલના જણાવ્યા મુજબ આજથી પ્રાથમિક શાળા બંધ કરી દેવામાં આવશે અને દિલ્લી શહેરમાં ઓડ-ઈવન સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે.
દિલ્લી શહેરમાં ઓડ-ઈવન સિસ્ટમ લાગુ
ગઈકાલે જ્યારે પત્રકાર પરિષદ કરવામાં આવી ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જાહેરાત કરી હતી કે આજથી દિલ્લીમાં પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. આ સાથે પાંચમા ધોરણથી ઉપરના તમામ વર્ગો માટે આઉટડોર પ્રવૃત્તિઓ પણ બંધ કરી દેવાનો આદેશ અપાયો છે.કેજરીવાલે કહ્યું હતું કે, “દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું છે. વાયુ પ્રદૂષણની સમસ્યા માત્ર દિલ્હીમાં જ નથી, પરંતુ ઉત્તર ભારતના ઘણા શહેરોની હવા બગડી ગઈ છે. પ્રદુષણ માટે માત્ર આમ આદમી પાર્ટી જ જવાબદાર નથી. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્રની મોદી સરકારે આગળ આવવું પડશે.”
દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, “કેજરીવાલને ગાળો આપવાથી હવા સાફ નહીં થાય. આપણે સાથે મળીને આયોજન કરવાની જરૂર છે. કેજરીવાલે કહ્યું કે અમે ઓડ-ઈવન પર વિચાર કરી રહ્યા છીએ. જરૂર પડ્યે તેનો અમલ કરવામાં આવશે. આદેશ ગુપ્તા કહી રહ્યા છે કે તેમનો પૌત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેમનો પૌત્ર પણ મારો પૌત્ર છે. અમે સાથે મળીને પ્રયાસ કરીશું કે કોઈપણ બાળકને કોઈ સમસ્યા ન આવે.