સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા OBC અનામત મુદ્દે આજે થશે મોટી જાહેરાત, ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ


  • Published By :
  • Published Date : 2023-08-29 15:48:16

રાજ્યના OBC વર્ગ દ્વારા જેની બહું જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે અંગે  આજે સાંજે 5 વાગ્યે મોટી જાહેરાત થઈ શકે છે. ગુજરાતમાં પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત થઈ શકે છે. આજે સાંજે 5 વાગ્યે કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પત્રકાર પરિષદ યોજીને OBC અનામત મોટી જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, રાજ્ય સરકાર ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર કરી શકે છે. રિપોર્ટ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા તેજ થશે. કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર કરાયો છે. સ્થાનિક પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે પંચે રિપોર્ટ કર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી અનેક પંચાયતમાં OBC બેઠક ખાલી છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતની માંગણી કરી હતી, ત્યાર બાદ રાજકારણ ગરમાયું હતું.


શું છે ઝવેરી કમિશન?


રાજ્યમાં OBC અનામત અંગે વર્ષ 2022માં જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું.સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજમાં વસ્તીના આધારે અનામત આપવા માટે પંચની રચના કરવા રાજ્યોને આદેશ આપ્યો હતો. ગુજરાતમાં પંચની રચના થઇ ન હતી. ઓબીસી અનામત જાહેર થયા વિના સ્થાનિક સ્વરાજની ચુટંણીઓ યોજાવાની હતી. પણ કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને અન્ય OBC નેતાઓએ વિરોધ કરતાં ચૂંટણીઓ મુલતવી કરી હતી. સરકારે કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતાવાળા ઝવેરી પંચની રચના કરી. અનેક વાર પંચની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. પંચને રજુઆત કરવા માટે સમિતિ જગ્યાઓ નક્કી કરાઇ હતી. અમિત ચાવડા અને અન્ય ઓબીસી નેતાઓએ પત્ર લખી રજૂઆત ઝોન અને જિલ્લા સ્તરે કરવા માટે માંગ કરતાં રજૂઆત માટેની જગ્યાઓ વધારવામાં આવી. ઝવેરી પંચનો રીપોર્ટ તૈયાર થયા બાદ તે સરકારને સુપ્રત કરવામાં આવ્યો. કે એસ ઝવેરીના વડપણ હેઠળ સમર્પિત આયોગની રચના કરાઇ હતી. હજુ તેની અમલ વારી થઇ નથી. ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.


OBC અનામત મદ્દે સરકાર વિપક્ષના નિશાન પર 


OBC અનામત મુદ્દે વિપક્ષે અનેક વખત સરકારને ઘેરી છે. રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. ત્યારે ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે.


રિપોર્ટના કારણે ચૂંટણી અટકી 


ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 7100 ગ્રામ પંચાયત ,75 નગર પાલિકા, બે જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતની ચૂંટણી ન થતાં વહિવટદારનું શાસન છે. ઝવેરી કમિશને 90 દિવસમાં રીપોર્ટ આપવાનો હતો પણ 9 મહિને રીપોર્ટ આપ્યો. આ અંગે બે વાર મુદત પણ વધારવામાં આવી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?