ગુજરાત સરકારની ઐતિહાસિક જાહેરાત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 10 ટકાને બદલે હવે 27% અનામત


  • Published By :
  • Published Date : 2023-08-29 17:33:26

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં OBC અનામત અંગે રાજ્યની ભાજપ સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલેએ પત્રકાર પરિષદ યોજીને OBC અનામત અંગે મોટી જાહેરાત કરી છે. પ્રવક્તા મંત્રીએ જાહેરાત કરી છે કે હવે OBCમાં 27 ટકા અનામત બેઠક કરવામાં આવી છે. જ્યારે એસટી બેઠક યથાવત રાખવામાં આવશે. OBCને 27 ટકા અનામતની ભલમાણ કરાઈ હતી, ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ હતી. પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે ઝવેરી પંચના રીપોર્ટ પર વિચારણા હાથ ધરાઈ હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં OBC અનામત મુદ્દે આજે જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને ST અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત OBCને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યના આ નિર્ણયની બહુ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.


શું કહ્યું ઋષિકેશ પટેલે?


ઋષિકેશ પટેલે બેઠકોમાં થનારા ફેરફાર અંગે જણાવ્યું કે, રાજ્યમાં 27 ટકા ઓબીસી અનામત આપવામાં આવી છે. SC, ST અનામતમાં ફેરફાર સિવાય OBC માટે 27 ટકા અનામત છે. ગ્રામ પંચાયતમાં ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવશે. કુલ અનામતથી 50 ટકે વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવશે. હોદ્દાઓ માટે પણ 50 ટકાની મર્યાદામાં 27 ટકા અનામત આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. ઝડપથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય તેમાં રસ છે, હાલના સિમાંકન પ્રમાણે ચૂંટણી કરવામાં આવશે, નવા સિમાંકન હાલ નહી કરાય. બેઠકો અંગે માહિતી આપતા કહ્યું કે,  જિલ્લા પંચાયતમાં ઓબીસી બેઠક 105 હતી જે હવે 205 થશે, કુલ 229 બેઠકો થઈ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બેઠક 506 હતી જે હવે 994 થઈ છે. ગ્રામ પંચાયત બેઠકો 12,700 હતી જે 23 હજાર કરતા વધુ થશે. મનપાની 67 ઓબીસી બેઠક હતી જે 183 થશે. તેમજ નગર પાલિકામાં ઓબીસી બેઠકો 156 હતી, જે 481 વધતા હવે 1282 થાય છે. 9 જિલ્લા, 61 તાલુકાઓમાં PESA હેઠળ અનામત યથાવત રહેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાનો માર્ગ મોકળો થયો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?