નાગાલેન્ડ તેમજ મેઘાલયમાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ, સીએમે લીધા શપથ, સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ રહ્યા હાજર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-08 12:12:24

થોડા સમય પહેલા ત્રણ રાજ્યો એટલે કે નાગલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જે બાદ આજે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મેઘાલયના મુખ્યમંત્રી તરીકે કોનરાડ સંગમાએ શપથ લીધા હતા. જ્યારે નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે નેફ્યુ રિયોએ શપથ લીધા હતા. સવારે 11 વાગ્યે સંગમા કોનરોડે શપથ લીધા હતા જ્યારે બપોરના સમયે નેફ્યુ રિયોએ શપથ ગ્રહણ કર્યા હતા. બંનેના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. બંને રાજ્યોમાં બે ડે.સીએમની નિયુક્તિ કરવામાં આવી છે.

 


ભાજપ ગઠબંધને બનાવી સરકાર 

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અનેક રાજ્યો મતદાન પૂર્ણ થઈ ગયું છે. મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મેઘાયલ વિધાનસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. 2 માર્ચના રોજ ચૂંટણી પરિણામ આવ્યા હતા. નાગાલેન્ડમાં ફરી એક વખત એનડીપીપી-બીજેપી ગઠબંધનની સરકાર બની છે. 60 બેઠકો માટે મતદાન થયું હતું જેમાંથી એનપીપી-બીજેપીને 37 સીટો મળી હતી.  જેમાંથી એનપીપીના ખાતામાં 25 સીટો મળી હતી જ્યારે બીજેપીને 12 સીટો મળી હતી.


મેઘાયલના સીએમ તરીકે સંગમાએ લીધા શપથ 

જો મેઘાલયની વાત કરવામાં આવે તો ભાજપ ગઠબંધન સરકાર રચશે. એનપીપી, યુપીપી અને ભાજપે ગઠબંધન કરી સરકાર બનાવી છે. મેઘાયલમાં પણ મતદાન 27 ફેબ્રુઆરીના રોજ થયું હતું અને 2 માર્ચના રોજ પરિણામ આવ્યું હતું. 59 બેઠકો માટે મતદાન થયું હતું જેમાં એનપીપીને 27 સીટો મળી હતી, યુપીપીને 11 સીટો જ્યારે બીજેપીને બે સીટો મળી હતી. મેઘાયલના મુખ્યમંત્રી તરીકે કોનરોડ સંગમાએ શપથ લીધા છે. 

              




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..