વાહનચાલકોની હાલાકી વધશે: જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં પણ ડીલરો કરશે


  • Published By :
  • Published Date : 2023-08-21 12:05:16

રાજ્યના વાહનવ્યવહાર વિભાગે તમામ જિલ્લા આરટીઓ કચેરીઓને મહત્વનો આદેશ કર્યો છે. આ હુકમ અંતર્ગત હવેથી હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP)નું કામ  RTO કચેરીઓ કચેરીમાં કામ નહીં થાય. નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં પરંતું વાહન ડીલરો કરશે. નંબર પ્લેટનું કામ કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતાં આરટીઓ કચેરીમાંથી જગ્યા છોડવા આદેશ કરાયો છે. વ્યક્તીએ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે. આરટીઓ કચેરીમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ જતાં ગ્રાહકનું કામ સમય મર્યાદામાં થઇ જતું હતું. પરંતુ હવે વાહન ડીલરના શોરૂમ પર જઇને પ્રથમ પુરાવા અને ફી આપ્યા પછી બીજીવાર નંબર પ્લેટ ફીટ કરાવવા ધક્કો પણ ગ્રાહકે ખાવો પડશે. તે ઉપરાંત સર્વિસ ચાર્જ સ્વરૂપે વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. 


વાહન ચાલકોની હાલાકી અને ખર્ચ વધશે


હવેથી વાહન ચાલકની નંબર પ્લેટ ડેમેજ થઇ હોય, ફિલ્મ દૂર થઇ ગઇ હોય કે ખોવાઇ ગઈ હોય તો આરટીઓ કચેરીમાં કામ નહીં થાય. જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે. જૂના વાહનોમાં નંબર પ્લેટના કામ માટે વિવિધ દરો નક્કી કરાયા હતાં. પરંતુ હવે વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિસચાર્જ ઉમેરાશે. જેથી જૂના વાહનોમાં નંબર પ્લેટની કોઇ પણ કામગીરી કરાવવાનો ખર્ચ વધશે. અત્યાર સુધી એક જ વાહનમાં ત્રીજી વખત નંબર પ્લેટ તૂટી જાય તો તેવા કિસ્સામાં કંપની પોલીસ ફરિયાદનો આગ્રહ રાખતી હતી. પરંતુ વાહન ડીલરો તો પ્રથમવાર નંબર પ્લેટ તૂટી જાય તો પોલીસ ફરિયાદનો આગ્રહ રાખી રહ્યા છે. વાહન ડીલરોએ પોતાની રીતે સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?