દેશમાં કરદાતાઓની સંખ્યા સતત વધી રહી છે તેની સાથે-સાથે GST કલેક્શન પણ સતત વધી રહ્યું છે. એપ્રિલ 2023 સુધી છેલ્લા પાંચ વર્ષમાં GST રિટર્નમાં મોટો વધારો થયો છે અને કરદાતાઓની સંખ્યા પણ 65 ટકા જેટલી વધી છે. દેશમાં હવે આ સંખ્યા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. કરદાતાઓના અનુપાલનમાં સુધારો કરવાને કારણે એપ્રિલ 2023 સુધીના પાંચ વર્ષમાં ફાઇલ કરવામાં આવેલા GST રિટર્નની સંખ્યા લગભગ 65 ટકા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી.
સક્રિય કરદાતાઓની સંખ્યા 1.40 કરોડએ પહોંચી
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલા સક્રિય કરદાતાઓની સંખ્યા એપ્રિલ 2018માં 1.06 કરોડથી વધીને 1.40 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં, 90 ટકા પાત્ર કરદાતાઓ ફાઇલિંગ મહિનાના અંત સુધીમાં GSTR-3B રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. GST લાગુ થયાના એક વર્ષ પહેલા 2017-18માં આ આંકડો 68 ટકા હતો. મંત્રાલયે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, "GST નિયમો અને પ્રક્રિયાઓમાં સરળીકરણને કારણે લાયક કરદાતાઓ દ્વારા ફાઇલ કરવામાં આવતા રિટર્નની ટકાવારીમાં વધારો થયો છે." GST 1 જુલાઈ, 2017ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ થતો હતો.
With effective policy and systemic changes in GST, the compliance level in GST return filing has improved over the years.#GSTforGrowth #EaseofDoingBusiness #ViksitBharat #FinMinReview2023 pic.twitter.com/35i2w9z0th
— Ministry of Finance (@FinMinIndia) December 17, 2023
GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને પાર
With effective policy and systemic changes in GST, the compliance level in GST return filing has improved over the years.#GSTforGrowth #EaseofDoingBusiness #ViksitBharat #FinMinReview2023 pic.twitter.com/35i2w9z0th
— Ministry of Finance (@FinMinIndia) December 17, 2023GSTR-3B ફાઇલ કરનારાઓની સંખ્યા એપ્રિલ, 2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ, 2023 સુધીમાં 1.13 કરોડ થઈ ગઈ છે. GSTR-3B એ આઉટવર્ડ સપ્લાયની વિગતો અને કર ચૂકવણી કરવા માટેનું માસિક રિટર્ન ફોર્મ છે. "જીએસટીમાં અસરકારક નીતિ અને પ્રણાલીગત ફેરફારોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં GST રિટર્ન ભરવામાં અનુપાલન સ્તરમાં સુધારો થયો છે," મંત્રાલયે X પરની બીજી પોસ્ટમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રિટર્ન ફાઇલિંગમાં થયેલો વધારો અનુપાલન સ્તરમાં સુધારો દર્શાવે છે. નવેમ્બરમાં માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ છઠ્ઠી વખત છે જ્યારે માસિક ગ્રોસ GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે. એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગયું હતું.