છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનો આંકડો સતત વધતા ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 6050 કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાના નવા 5335 કેસ નોંધાયા હતા તે પહેલા 4 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગયા છે.
ગઈકાલે નોંધાયા હતા 5 હજારથી વધુ કેસ
એક સમય એવો હતો જ્યારે કોરોના સંક્રમિતોનો આંકડો ઓછો નોંધાતો હતો. પરંતુ થોડા દિવસોથી સંક્રમિતોનો આંકડો હજારોમાં આવી રહ્યો છે. બુધવારે કોરોનાના 4 હજાર જેટલા કેસ નોંધાયા હતા. ગઈકાલે કોરોનાના 5 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા જ્યારે આજે કોરોનાનો આંકડો 6 હજારને પાર થઈ ગયો છે. પ્રતિદિન દૈનિક કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6050 કેસ સામે આવ્યા છે. કોરોના કેસમાં વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 28,303 પર પહોંચી ગઈ છે.
વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર થઈ એક્ટિવ
કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વધતા કોરોના કેસને લઈ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવાના છે. વધતા કોરોના કેસની પાછળ કોરોનાના નવા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનને કારણે પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા લોકોએ પણ સતર્ક રહેવું પડશે.