વિશ્વના એક મોટા મુસ્લિમ નેતા હાલ ભારતના પ્રવાસે છે. નામ છે મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા. તેઓ સાઉદી અરબના પૂર્વ કાયદા મંત્રી અને મુસલમાનોના અગ્રણી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગ (MWL) ના મહાસચિવ છે. મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા હાલ છ દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર (NSA) અજીત દોભાલ સાથે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દોભાલે કહ્યું કે આતંકવાદ કોઈ પણ ધર્મ સાથે સંકડાયેલો નથી, કેટલાક લોકો ગેરમાર્ગે જતા રહે છે ત્યારે આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું એ કર્તવ્ય છે કે હિંસાનો માર્ગ અપનાવનારા કોઈ પણ વ્યક્તિનો જોરદાર રીતે વિરોધ કરે. દોભાલે તેમ પણ કહ્યું કે અલ-ઈસાના પ્રયાસોથી કટ્ટરવાદને રોકવામાં મદદ મળે છે.
ભારતમાં કોઈ ધર્મ પર ખતરો નથી
આ કાર્યક્રમ ગઈકાલે દિલ્હીના ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં થયો હતો જ્યાં તેમણે વક્તવ્ય આપ્યું હતું જેમાં તેમણે ભાષણ આપતા કહ્યું કે "ભારતએ સંસ્કૃતિઓ અને ધર્મોનું મિશ્રણ છે જે સદીઓથી સદભાવનાની સાથે અસ્તિત્વમાં છે. દેશમાં ધાર્મિક સમુહો વચ્ચે ઈસ્લામ મહત્વપૂર્ણ અને ગૌરવનું સ્થાન રાખે છે. ભારતમાં કોઈ ધર્મ ખતરામાં નથી... ભારતમાં તમામ સમસ્યાઓના હલ માટે સહનશીલતા, વાતચીત અને સહયોગને પ્રોત્સાહન આપે છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર પણ છે. તે લોકતંત્રની જનની હોવાની સાથે વિવિધતાની પણ ભૂમિ પણ છે. ભારત તેના તમામ નાગરિકોને તેમની ધાર્મિક, જાતીય અને સાંસ્કૃતિક ઓળખની ચિંતા કર્યા વગર જ તેમનું સન્માન કરવામાં સફળ રહ્યું છે."
"ભારતમાં દુનિયાની બીજી સૌથી મોટી મુસ્લીમ આબાદી રહે છે અને આ ભૂમિ ઈસ્લામની ગરીમાને યથાવત રાખનારી જગ્યા છે. ભારતની મુસ્લીમ વસ્તી એટલી મોટી છે જેટલી ઈસ્લામિક સહયોગ સંગઠનના 33 દેશની કુલ વસ્તી છે. આવું એટલા માટે સંભવ છે કારણ કે ભારતે વિશ્વના બધા વિચારો, અલગ અલગ સંસ્કૃતિઓ, ધર્મોને ખુલા દિલથી સ્વાગત કર્યા છે અને સ્વીકાર્યા છે. ભારત દુનિયાના તમામ ધર્મોના સતાવેલા લોકો માટે એક ઘરના સ્વરૂપમાં ઉભર્યું છે."
દોભાલે અલ-ઈસાની આ રીતે કરી પ્રશંસા
"તમારી ઈસ્લામ અને દુનિયાના અન્ય ધર્મો અંગેની ઉંડી સમજ, વિવિધ ધર્મો વચ્ચના સદભાવ માટે તમારા પ્રયાસ અને સુધારાના માર્ગે સતત આગળ વધવાના તમારા સાહસે માત્ર ઈસ્લામ અંગે લોકોની સમજણને વધારી નથી પણ કટ્ટરવાદને પણ રોક્યો છે. તેણે તે કટ્ટરપંથી વિચારધારાઓને પણ રોકી છે જે યુવાનોને પરેશાન કરી રહી છે".
NSA Ajit Doval says, "...Muslim World League Secretary General's message is loud and clear that we live in harmony, we live in peace if you would like to protect the future of humanity...Excellency your deep understanding of Islam, the religions of the world and incessant efforts… pic.twitter.com/3mQx3M6iM5
— ANI (@ANI) July 11, 2023
સાઉદી સાથેના સંબંધોની પ્રશંસા કરી
NSA Ajit Doval says, "...Muslim World League Secretary General's message is loud and clear that we live in harmony, we live in peace if you would like to protect the future of humanity...Excellency your deep understanding of Islam, the religions of the world and incessant efforts… pic.twitter.com/3mQx3M6iM5
— ANI (@ANI) July 11, 2023NSA ડોભાલે તેમના સંબોધનમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના મજબૂત સંબંધોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો સહિયારી સાંસ્કૃતિક વારસો, સમાન મૂલ્યો અને આર્થિક સંબંધો પર આધારિત છે. તેમના મતે, બંને દેશોના નેતાઓ ભવિષ્ય માટે એક સમાન વિઝન ધરાવે છે અને એકબીજા સાથે સતત વાતચીતમાં છે.
અલ-ઈસાએ ભારત માટે શું કહ્યું?
અલ-ઈસાએ કહ્યું કે ભારતના મુસ્લિમોને ભારતીય હોવા પર ગર્વ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,'અમે જાણીએ છીએ કે મુસ્લિમો ભારતની વિવિધતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતના મુસ્લિમોને ભારતીય હોવાનો ગર્વ છે. ધર્મ સહકારનું માધ્યમ બની શકે છે. અમે સમજણ વિકસાવવા માટે દરેક સાથે વાત કરવા તૈયાર છીએ. ભારતે માનવતા માટે ઘણું કર્યું છે. ભારત વિશ્વમાં સહઅસ્તિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતના ગૌરવશાળી ઈતિહાસની પ્રશંસા કરતા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલે કહ્યું, 'અમે ભારતના ઈતિહાસ અને વિવિધતાની પ્રશંસા કરીએ છીએ... વિવિધતામાં એકતા એ વધુ સારો માર્ગ છે. હિન્દુ સમુદાયમાં મારા ઘણા મિત્રો છે.