હવે NRI પણ કરી શકશે UPIથી ટ્રાન્ઝેક્શન, આ 10 દેશોમાં વસતા ભારતીયોને મળશે લાભ


  • Published By :
  • Published Date : 2023-01-13 13:04:22

દેશમાં ઓનલાઈન પેમેન્ટ મિડિયમ UPI લોકપ્રિય બની રહ્યું છે. હવે તેનો લાભ દસ દેશોમાં વસતા બિન નિવાસી ભારતીયો ( NRI) પણ કરી શકશે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે હવે NRI પણ તેમના ઈન્ટરનેશનલ નંબર મારફતે પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે. 


આ દેશોમાં વસતા NRIને મળશે લાભ


ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ આ દસ દેશો જેવા કે સિંગાપોર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) અને બ્રિટન (યુકે)માં વસતા લોકો કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરવાળા NRI/NRO યુપીઆઇ દ્વારા લેવડદેવડ કરી શકશે. પેમેન્ટ કોર્પોરેશને નિર્દેશોનું પાલન કરવા માટે પાર્ટનર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે NRI એકાઉન્ટ એનઆરઆઇને વિદેશી કમાણીને ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે જ્યારે NRO એકાઉન્ટ તેમને ભારતમાં અર્જિત આવકનું સંચાલન કરવામાં મદદ કરે છે.


FEMAના નિયમોનું પાલન અનિવાર્ય


આ ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ કરવાને લઈ એક માત્ર શરત એ છે કે બેંક એ સુનિશ્ચિત કરે કે આવા ખાતાઓને ફેમાના નિયમો અનુસાર પરવાનગી આપવામાં આવે. બેંક આરબીઆઇના દિશાનિર્દેશોનું પાલન કરે અને મની લોન્ડરિંગ અથવા આતંકી ફંડિંગ વિરુદ્ધ સુરક્ષા રાખે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મોટા નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થાઓ, વિદેશમાં રહેતા પરિવારો અને સ્થાનિક ઉદ્યોગપતિઓને મદદ મળશે.




કહેવાય છે કે સપના જોયા વગર કંઈ પણ સંભવ નથી.. સપના મોટા હશે તો સિદ્ધિ પણ મોટી હાંસલ થશે... હિંમત રાખવાથી આગળ વધાય છે... બે ડગલા આગળ વધીએ તો આનંદ થાય પરંતુ કોઈ વખત એવું પણ બને કે ચાર ડગલા પાછળ પણ જવું પડે છે.

છેલ્લા ઘણા દિવસોથી BZ ગ્રુપ ચર્ચામાં છે... અરવલ્લી તેમજ સાંબરકાંઠામાં મોટા પ્રમાણમાં ચાલતા પોન્ઝી સ્કીમનો CID ક્રાઈમે ખુલ્લો પાડ્યો છે.... CIDએ તવાઈ BZ ગ્રુપ પર તવાઈ બોલાવી છે.... અલગ અલગ ઓફિસોમાં રેડ પાડવામાં આવી છે..

એક ગંભીર અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર નોંધાયો છે... ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે...

ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... અનેક વિસ્તારોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.... દક્ષિણ ભારતના રાજ્યોમાં વાવાઝોડાનો ખતરો છે...