હવે ઘરથી નીકળતા એક વાર વિચારજો કેમ કે અમદાવાદની હવા બની રહી છે ઝેરી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 12:56:20


અમદાવાદની હવા દિવસેને દિવસે જોખમી બની રહી છે.જેમાં હવાનું પ્રદુષણ ગંભીર બાબત ગણાય છે. ત્યારે દિવાળીમાં ફટાકડા ફોડવાની મોજે શહેરની હવા પ્રદૂષિત કરી છે. જેમાં શહેરના અનેક વિસ્તરાઓમાં હવાનું પ્રદુષણ 300 AQI ને પાર નોંધાયું છે. જ્યારે બીજી તરફ પ્રદુષણ દર્શાવતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. 


શહેરની હવામાં ઠંડક વધી પણ હવા ઝેરી બની ગઈ !!!

દિલ્હી બાદ હવે અમદાવાદની હવામાં પણ પ્રદૂષણની માત્રા વધતી જોવા મળી રહી છે .  અમદાવાદ શહેરની હવામાં ઠંડક વધતાની સાથે જ હવા ઝેરી બની ગઈ છે. સતત હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે. જે શહેરીજનો માટે ચિંતાજનક બાબત બની ગઈ છે. 

AIQના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે જેમાં 200 થી 300 વચ્ચેનો AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેનો AQI અત્યંત ખરાબ ગણાય છે. આ જોતાં અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી રહી છે. આ વાત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. આમ દિલ્લી બાદ હવે અમદાવાદનું વધતું જતું પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઇ છે.


બોપલનો AQI 321 !!!


બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. સતત બીજા દિવસે પણ બોપલનો AQI 321 નોંધાયો છે. જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 301 નોંધાયો છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિ તહેવારોની સિઝનમાં આ પ્રદુષણની માત્રા વધી જતી હોય છે. તેમાંય દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ. દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે. પરંતુ તેમને એ ખ્યાલ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામાં ભળે છે. 

આમ દિવાળીના તહેવારમાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી ગયો છે. જેમાં શહેરના અનેક વિસ્તરાઓમાં હવાનું પ્રદુષણ દર્શાવતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.