હવે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! Rajkotની નામચિન હોટલને મળ્યા ધમકી ભર્યા મેલ, તપાસનો ધમધમાટ શરૂ થયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-26 16:19:08

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. થોડા સમય પહેલા વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી. ધમકી ભર્યો મેલ મળતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્તો અને ઉચિત કાર્યવાહી કરવામાં આવતી.. ત્યારે હવે હોટલને ધમકી ભર્યા મેલ કરવામાં આવી રહ્યા છે.. રાજકોટની 10 હોટલને ધમકી ભર્યા મેલ મળ્યા છે.. આ 10 હોટલમાંથી અનેક એવી હોટલો છે જ્યાં સ્ટાર્સ રહેવા આવે છે.. ફાઈવ સ્ટાર હોટલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..  


10 હોટલને મળ્યા ધમકીભર્યા ઈમેલ

જે હોટલને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે તેની વાત કરીએ તો રાજકોટની જાણીતી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજંસી સહિતની હોટલનો સમાવેશ થાય છે.. દિવાળી ટાણે હોટલને આ પ્રકારનો મેલ આવતા પોલીસ દોડતી થઈ છે. ડોગ સ્કોડને બોલાવામાં આવી છે... ઈમેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરાઈ રહી છે.... મેલમાં લખ્યું છે - 

મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં નીકળી જશે. આજે અનેક નિર્દોષોના જીવ જશે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો. હમણાં જ ખાલી કરો. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે..

શહેર પોલીસે ચેકિંગની કામગીરી શરૂ કરી.


ભાભા હોટલમાં ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ.


કોઈ વખત ફ્લાઈટને તો કોઈ વખત મોલને ઉડાવી દેવાની મળે છે ચીમકી

મહત્વનું છે કે ઘણા કેટલાય સમયથી આવા ધમકી ભર્યા મેલ મોલ વાળાને, સ્કૂલમાં, ફ્લાઈટ વાળાને મોકલાઈ રહ્યા છે.... અમદાવાદની સ્કૂલોને, સુરતના મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.. અનેક ફ્લાઈટને ધમકી વાળા મેલ મળ્યા છે  જેને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું છે.. અનેક ફ્લાઈટને ધમકીને કારણે અસર થઈ છે.. 



રાજકોટની 10 હોટલને ધમકી ભર્યા મેલ મળ્યા છે.. આ 10 હોટલમાંથી અનેક એવી હોટલો છે જ્યાં સ્ટાર્સ રહેવા આવે છે.. ફાઈવ સ્ટાર હોટલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..

રાજભા ગઢવીએ એક કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે.. અનેક રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી. રાજભા ગઢવીએ માફી પણ માગી પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો તેવું લાગે છે..

વાવ બેઠકની પેટા ચૂંટણીને લઈ ઉમેદવાર ભાજપ તેમજ કોંગ્રેેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.. કોંગ્રેસ ગુલાબસિંહને ટિકીટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપી છે.

વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે.