હવે કમિશનરોની બદલી તેમના કામ પર નહીં ,ભાજપ પ્રમુખની ઈચ્છાથી થશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 15:27:18

ગુજરાતમાં ચૂંટણી નજીક છે ,નેતાઓની સાથે અધિકારીઓની પણ બદલીઓનો દોર શરૂ થયો છે. હજુ હમણાં જ સુરત અને વડોદરાના મનપા કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે CR પાટીલને બંછાનિધિ પાનીની બદલી કરવાની ઈચ્છા થઈ છે ,પાટિલએ સુરતના એક કાર્યક્રમમાં કહ્યું કે 'બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઇચ્છીએ. અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે.'

કોણ છે બંછાનિધિ પાની?

બંછાનિધિ પાની હાલ વડોદરા મનપાના કમિશનર છે. બંછાનિધિ પાની જયારે સુરતના કમિશનર હતા ,ત્યારે તેમણે સુરત માટે અનેક વિકાશલક્ષી કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા. કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં સૌથી વધુ ઝડપી વેક્સિનેશનની કામગીરી પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી લેવાઇ હતી. તેઓ સરકારના નજીકના અધિકારી માનવામાં આવે છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.