હવે તો હદ થઈ...! જાહેરાતની હોર્ડિંગ દેખાય તે માટે કાપી નાખ્યા વૃક્ષ! ઝાડ કાપનાર એજન્સીને મનપાએ આપી આ સજા.. કપાયેલા વૃક્ષોનો આંકડો જોઈ તમે ચોંકી જશો..!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 15:15:08

ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.. ગરમીમાંથી મુક્તિ મળે તે માટે અને વાતાવરણની રક્ષા માટે વૃક્ષો વાવવા માટ આહ્વાવન કરવામાં આવી રહ્યું છે.. લાખોની સંખ્યામાં આપણે વૃક્ષો વાવીશું તો વાતાવરણમાં કંઈક ફરક પડશે તેવી વાત કરવામાં આવી રહી છે.. વૃક્ષો લગાવવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મહેનત કરવામાં આવી રહી છે.. ડિવાઈડર પર અનેક વૃક્ષો લગાવામાં  આવતા હાય છે.. એક તરફ વૃક્ષોનું જતન કરવું જોઈએ તેવી વાત આપણે કરતા હોઈએ છીએ તો બીજી તરફ જાહેરાતના હોર્ડિંગ્સને કારણે એજન્સીઓ દ્વારા ઝાડ કાપવામાં આવી રહ્યા છે.. લોકો જાહેરાતના હોર્ડિંગ્સને જોઈ શકે તે માટે એક બે કે 10 વૃક્ષો નહીં પરંતુ 536 ઝાડ કાપવામાં આવ્યા..  




જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે લીધું આ પગલું!

રસ્તા પર જ્યારે આપણે નિકળતા હોઈએ છીએ ત્યારે અનેક જાહેરાતોના હોર્ડિંગ આપણને દેખાતા હોય છે. લોકોને દેખાય એવી રીતે તેને લગાવવામાં આવે છે. જ્યારે આપણે આ હોર્ડિંગ જોઈતા હોઈએ છીએ ત્યારે શું આપણે ક્યારેય વિચાર્યું હશે કે આ લોકોને દેખાય તેવી રીતે હોર્ડિંગને લગાવવા માટે ઝાડ કપાવવામાં આવ્યા હશે..! તમે કહેશો ના.. હોર્ડિંગ માટે ઝાડને થોડી કપાય તેવું વાક્ય તમે કહી દીધું હશે.. પરંતુ અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જાહેરાતના હોર્ડિંગ્સ લોકોને દેખાય તે માટે બે એજન્સીએ 536 ઝાડ કાપી નાખ્યા.... બે એજન્સી જેમણે ઝાડ કાપ્યા છે તેમાં ચિત્રા પબ્લિસિટી અને ઝવેરી એન્ડ કંપનીનો સમાવેશ થાય છે... સ્ટ્રીટ લાઈટ લાગેલા હોર્ડિંગ લોકોને દેખાય તે માટે એજન્સીઓએ ઝાડ કાપી નાખ્યા. 


બંને એજન્સીને આપવામાં આવી આ સજા. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે સીજી રોડ પર અપર પ્લાઝા ખાતે ઝવેરી એન્ડ કંપની તેમજ ચિત્રા (બી) પબ્લિસિટીએ પોતાની જાહેરાતો દેખાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા ઝાડોને કાપી નાખ્યા. ડિવાઈડર વચ્ચે ઝાડ હોવાને કારણે જાહેરાત દેખાતી ના હતી જેને કારણે તેમણે 30થી વધારેના ઝાડ કાપી નાખ્યા.. એવી માહિતી સામે આવી છે કે 50 -50 લાખનો દંડ કરવામાં આવ્યો છે ઉપરાંત 2 હજાર છોડ વાવવા પડશે અને તેના ઉછેરનો સંપૂર્ણ ખર્ચ પણ તેમણે કરવાનો રહેશે..  



કઈ એજન્સીએ કેટલા ઝાડ કાપ્યા? 

માહિતી અનુસાર ચિત્રા પબ્લિસિટીએ સોલા બ્રિજથી શુકન મોલ સુધીની સેન્ટ્રીલ વર્જ (સાયન્સ સિટી રોડ) પર આવેલા 17 વૃક્ષો કાપી નાખ્યા. અંકુરથી કામેશ્વર મહાદેવ મંદિર તરફના રોડ પર આવેલા 7 વૃક્ષો કાપી નાખ્યા... તે સિવાય ઝવેરી એન્ડ કંપનીએ સાણંદ ચોકડીથી સમાથલ સુધીનો સેન્ટ્રલ વર્જ, સરખેજ પર આવેલા 214 વૃક્ષો કાપી નાખ્યા. તે ઉપરાંત વાયએમસીએ ક્લબથી કાકે દા ઢાબા સુધીની સેન્ટ્રલ વર્જ, સરખેજ રસ્તા પર આવેલા 75 વૃક્ષો કાપી નખાયા. તે સિવાય એલ,જે.કેમ્પસથી ઝવેરી સર્કલ સુધીની સેન્ટ્રલ વર્જ, સરખેજ - 188 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા ઉપરાંત એશિયલ ગ્લોબલ સ્કૂલથી જે 18 એપાર્ટમેન્ટ સુધી ચાંદખેડા - 35 વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે..


વૃક્ષને ઉછેરવામાં લાગે છે લાંબો સમય 

જ્યારે જ્યારે આવી ઘટનાઓ, સમાચારો સામે આવે છે ત્યારે દુ:ખ થાય.. ઝાડને ઉછેરવામાં ઘણો સમય લાગે, ઘણું જતન કરવું પડે ત્યારે તે ઝાડ ઘટાદાર થાય. એક તરફ વૃક્ષો વાવવામાં આવે તે પરંતુ માત્ર જાહેરાતો દેખાય તે માટે આટલા ઝાડોને કાપવું કેટલું યોગ્ય? તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?