ગુજરાતમાં નેતાઓ છેલ્લા થોડા સમયથી એવા નિવેદનો આપી રહ્યા છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ તો થઈ રહ્યો હતો ત્યારે મંત્રી કનુ દેસાઈ દ્વારા કોળી સમાજને લઈ નિવેદન આપવામાં આવ્યું. જેને લઈ કોળી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કનુ દેસાઈએ કહ્યું હતુ કે કોળીયા કુટાય અને ધોળી ચૂંટાય. આ નિવેદન બાદ વિવાદ થયો હતો જે બાદ કોળી સમાજે ભાજપ સામે પડવાની પણ વાત કરી હતી.
કોળી સમાજને લઈ કનુ દેસાઈએ આપ્યું હતું નિવેદન
ચૂંટણીનો માહોલ ગરમાયો છે.... ચૂંટણી પ્રચારના પડઘમ શાંત આજે થઈ જવાના છે.. ચૂંટણી પ્રચારના પડઘમ તો શાંત થઈ જશે પરંતુ પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે... એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કોળી સમાજના લોકો પણ રોષે ભરાયા છે... કોળી સમાજને લઈ કનુ દેસાઈએ એક નિવેદન આપ્યું હતું..
પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે...
પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ભાજપ સામે પડવાની વાત કરી હતી. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે બોટાદના ગઢડાનો છે જ્યાં મંત્રી કનુ દેસાઇ સામે કોળી સમાજે રોષ વ્યક્ત કરતાં હવન કર્યો હતો. કોળી સમાજના લોકો દ્વારા હવન કરવામાં આવ્યો ઉપરાંત કનુ દેસાઇને બુદ્ધિ આપોના નારા પણ લગાવામાં આવ્યા.. વલસાડમાં કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે.
કોળી સમાજ દ્વારા કરવામાં આવી પત્રકાર પરિષદ
કનુભાઇ દેસાઇ જો માફી નહીં માંગે તો હવે એમની સામે કોળી સમાજ છે તેવી વાત પણ કોળી સમાજ દ્વારા કહેવામાં આવી છે. કોળી સમાજના આગેવાન મુન્ના બાવળિયાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું કે અમે ખોબલે ખોબલે ભાજપને જ મત આપ્યા છતાં અમારું જ અપમાન કેમ કર્યું? કનુ દેસાઈએ જેમ જાહેર મંચથી અપમાન કર્યું એમ જ જાહેરમાં માફી માંગે. ભાજપે કડકમાં કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે.'
નેતઓ સમાજને લઈ નિવેદન આપે છે જેને કારણે વિવાદ થાય છે..!
હવે ચૂંટણી આવતા સુધી નેતાઓ મંચ પર જ્ઞાતિ આધારિત કોઈ ટિપ્પણી ના કરે તો સારું છે કારણ કે આ ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા આવા વિવાદિત નિવેદનની જ થઈ છે નેતાઓ કોઈ જ્ઞાતિના લોકોને ખુશ કરવા બીજી જ્ઞાતિ વિશે આવું બોલી જતાં હોય છે ને પછી થાય છે વિવાદ માફી ને આંદોલન...ત્યારે જોવું રહ્યું કે આ ચૂંટણીમાં