હવે તો હદ થઈ! અમદાવાદમાં હવે તો નકલી જજ અને નકલી કોર્ટ રૂમ! લોકોને છેતરવા હવે નવો રસ્તો લાવ્યા આ લોકો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-22 18:04:25

નકલીનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી આઈપીએસ જેવી વસ્તુઓ યાદ આવે.. આપણને થાય કે આનાથી વધારે તો કંઈ ના હોય.. જો તમે પણ આ વિચાર્યું તો તમે ખોટા પડી શકો છો... કારણ કે અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે....

કેવી રીતે સામે આવ્યો આખો કાંડ?

અમદાવાદથી નકલી કોર્ટ ઝડપાઈ છે. નકલી જજ અસલી કાર્યવાહી કરવાનો ઢોંગ પણ કરતો હતો... નકલી જજનું નામ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની છે એ પોતે પાછા એડવોકેટ... પહેલાએ સમજીએ કે આ આખું નાટક કઈ રીતે સામે આવ્યું? આરોપીએ ખોટી ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટ ઊભી કરી અને ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઉભું કર્યું હતું. કોર્ટ સ્ટાફ અને વકીલો ઊભા કરી પોતે જજની જેમ વર્તીને જાતે જ ક્લેઇમ સેટલમેન્ટ કરી દાવો તૈયાર કરી અને કરાવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપી દીધી. કરોડોની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી અસલ કોર્ટમાં દરખાસ્ત કરી હતી. ખોટો આર્બિટ્રેશન ઓર્ડર કોર્ટમાં રજુ કરી છેતરપિંડી કરી...



આરોપી વિરૂદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

આ કેસમાં સીટી સિવિલ કોર્ટ, ભદ્રના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધી છે હાલ અમદાવાદના પાલડી ખાતે આવેલી 200 કરોડની સરકારી જમીન બાબુજી પાસેથી ગેરકાયદેસર સંપાદિત કરાયેલ હોવાની વાત મળી છે. જોકે આ નકલી જજ માટે આ કઈ નવું ન હતું.. 



અગાઉ પણ આરોપી સામે થઈ છે કાર્યવાહી

આરોપી અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યો છે. તેની સામે વર્ષ 2015માં મણીનગર પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે આરોપી સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી પણ દાખલ કરી હતી. એટલે આ તો માય લોડ નકલી જજ અને નકલી કોર્ટ રૂમમાં બધુ પોલમ પોલ ચાલતું હતું તો હવે નકલી જજ અસલી કોર્ટ મે હાજીર હો .. 



અમદાવાદ ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગનું આયોજન કરવામાં આવ્યું હતું... આ ફેસ્ટિવલમાં 277 ફિલ્મો વચ્ચે જંગ જામ્યો હતો જેમાંથી આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ્મ મિટ્ટી પાની માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો છે...

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..