હવે Ahmedabadમાં ગુંડારાજ!ચાણક્યપુરીની એક સોસાયટીમાં હથિયાર સાથે ગુંડા ઘૂસ્યા! કર્યો પથ્થરમારો અને નીકાળી તલવાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-30 17:51:16

ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લા થોડાક કેટલાય સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ પ્રશ્ન થાય કે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે.. ચોરીની ઘટનાઓ તો પ્રતિદિન વધી રહી છે.. ત્યારે હવે અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે.. અમદાવાદના ચાણક્યપુરીમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે.. ખુલ્લી તલવારો સાથે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. શિવમ આર્કેડ સોસાયટીમાં અસામાજીક તત્વોએ ડરાવ્યા હતા.. મળતી માહિતી અનુસાર દારૂ પીને  અસામાજીક તત્વો હથિયારો સાથે ઘૂસી આવ્યા અને આતંક મચાવ્યો. 

રહીશો પર કર્યો પથ્થરમારો 

ના માત્ર તલવારો કાઢી પરંતુ લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી અશાંતિ ફેલાવનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 15માંથી 5 જેટલા લોકો હાલ પોલીસની ગિરફ્તમાં છે તેવી માહિતી સામે આવી છે.. પથ્થરમારો થવાને કારણે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે... માહિતી અનુસાર મોડી રાત્રે સોસાયટીના એક ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં અનેક લોકો બહાર નીકળી રહ્યા હતા જેને કારણે ચેરમેને તેમને રોક્યા. તેમના વિશે જાણવાની કોશિશ કરી અને આ દરમિયાન તે લોકો ઉશ્કેરાયા.. તલવારો અને ધોકા જેવી વસ્તુઓ લઈને આવ્યા અને સ્થાનિક લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યા.. 


પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી!

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.... પોલીસના પહોંચતાની સાથે જ અસામાજીક તત્વો ત્યાંથી ભાગી ગયા.. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને આ યુવાનોને પકડવાની તજવીજ હાથ ધરી. જ્યારે સ્થાનિકો ઘરમાં ગયા ત્યારે ફ્લેટની અંદરથી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.. મહત્વનું છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?