ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકામાં ફરી એક્વખત સત્તામાં આવું તે કોઈ ક્રાંતિથી ઓછું નથી. કેમ કે તે જે પણ નિર્ણયો લઈ રહ્યા છે તે ટેરિફને લગતા હોય કે પછી ઈમિગ્રેશનને લગતા અમેરિકાના ઇતિહાસમાં પેહલા ક્યારેય આવા નિર્ણય જોવા નથી મળ્યા . હાલમાં ટ્રમ્પના કારણે ભારતીય ઈમિગ્રેન્ટ્સમાં "વિઝા" ટેરરનો ભય જોવા મળી રહ્યો છે. વાત પશ્ચિમ એશિયાની કે જ્યાં ઘણા લાંબા સમયથી ઈરાન અને યુએસ વચ્ચે તંગદિલી છે . સંભાવના છે કે બેઉ દેશો પરમાણુ કરારોને લઇને ચર્ચા હાથ ધરી શકે છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ ભારતની મુલાકાતે આવ્યા છે. સાથે જ આપણે ભારતના પ્રોજેક્ટ વર્ષા વિશે વાત કરીશું જેમાં ભારત સરકાર નુક્લીયર સબમરીન બેઝ બનાવવા જઈ રહી છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ એક વખત કહ્યું હતું કે , " મારા અમેરિકન ભાઈઓ આપણો દેશ ઈમિગ્રેન્ટ્સનો બનેલો છે." આ વસ્તુ ચોક્કસ હકીકત છે કેમકે , અમેરિકામાં બહારથી આવીને પશ્ચિમી દેશોના લોકો વસ્યા છે. ત્યાંના મૂળનિવાસીઓ એટલકે , રેડ ઇન્ડિયન્સને તો પેહલાથી જ તેમને પ્રતાડિત કરીને તેમની જમીન લઈ લેવાઈ છે. હવે તો તેમની સંખ્યા ખુબ ઓછી છે. પરંતુ ટ્રમ્પ સરકાર નવું ઓપીટી બિલ લઇને આવી છે. તેનું પૂરું નામ છે , ઓપશનલ પ્રેક્ટીકલ ટ્રેનિંગ. એટલેકે , ઓપીટી કાર્યક્રમ અંતર્ગત વિજ્ઞાન , ટેક્નોલોજી , એન્જીનીયરીંગ અને ગણિતના ભારતીય વિદ્યાર્થીઓ સહીત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછી ૩ વર્ષ સુધી યુએસમાં રહેવા અને નોકરી શોધવા માટેની મંજૂરી મળે છે. પણ હવે જો આ બિલ પસાર થાય તો , ૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓના વર્કિંગ વિઝા જોખમમાં આવી શકે છે. આટલુજ નહિ , ટ્રમ્પ સરકારે હવે ટ્રાફિક ભંગ , નશામાં ડ્રાઇવિંગ , શોપ લિફ્ટિંગ જેવા નજીવા કારણોસર પણ અચાનક જ વિદ્યાર્થીઓના એફ-1 વિઝા રદ કરીને દેશ છોડવા આદેશ આપી દીધો છે. આ કારણોસર ભારતીય વિદ્યાર્થીઓમાં જોરદાર હાહાકાર જોવા મળી રહ્યો છે. આને તમે ડોનાલ્ડ ટ્રમ્પનો "વિઝા ટેરર" કહી શકો છો.
વાત કરીએ પશ્ચિમ એશિયાની તો , ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ બે મહિનામાં બીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે વ્હાઇટ હાઉસ પહોંચ્યા છે. જયારે બેઉ દેશોના વડાએ પ્રેસકોન્ફ્રન્સને સંબોધન કયું હતું તે દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર સવાલ કરાતા તેમણે પત્રકારોને કહ્યું છે કે , " ઈરાન સાથે શનિવારના રોજ ડાઇરેક્ટ વાત કરવામાં આવશે ." તો આ સાંભળો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ શું કહ્યું છે . વાત કરીએ ઈરાનની તો , ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન પર મેક્સિમમ પ્રેશરની પોલિસી અપનાવી છે. જો કે ઈરાન આ મામલે ઓમાનમાં અપ્રત્યક્ષ વાર્તાલાપ કરવા તૈયાર થયું છે . પરંતુ જો ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થાય તો પશ્ચિમ એશિયામાં એક લાંબાગાળાની શાંતિની સંભાવના છે.
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હામિદ હમદાન બિન મોહમદ બિન રાશિદ અલ મક્તુમ ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ યુએઈમાં રક્ષા મંત્રી છે અને તેમણે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ચર્ચા કરી હતી . બંને દેશોએ નક્કી કર્યું છે કે , ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદનું કેમ્પસ દુબઈમાં ખુલશે . ત્યાં પેહલો MBA નો કોર્સ સપ્ટેમ્બર ૨૦૨૫થી શરુ થશે. આ સાથે જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડનું પહેલું કેમ્પસ પણ દુબઈમાં ખુલશે. ભારત માર્ટ કે જે એક માલસામાન માટેનું માર્કેટ છે તેનું દુબઈમાં કન્સ્ટ્રકશન શરુ થઈ ગયું છે. સાથે જ ઇન્ડિયન ઓફિસ ઓફ દુબઇ ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ દુબઈમાં ખુલ્લી મુકાશે. ગુજરાતના એક નાનકડા બંદર વાડીનાર અને કોચીમાં જહાજ રીપેર કરવા માટે ક્લસ્ટર ખુલ્લા મુકવામાં આવશે . સાથે જ બેઉ દેશોએ સંરક્ષણની દિશામાં સહયોગ સાધવાનો નીર્ધાર કર્યો છે.
વાત કરીએ પ્રોજેક્ટ વર્ષાની . આ ભારત સરકારનો એક ગુપ્ત રક્ષા પ્લાન છે. જે અંતર્ગત આંધ્રપ્રદેશના રામબિલીમાં નુક્લીયર સબમરીન બેઝ ૨૦૨૬ સુધીમાં ખોલવામાં આવશે. તેની પર છેલ્લા દસ વર્ષથી કામ ચાલી રહ્યું છે . તેનાથી બંગાળની ખાડીમાં અને હિન્દ મહાસાગરમાં ભારતની પ્રહાર ક્ષમતામાં જોરદાર વધારો થશે. આ રામબિલી બંદર સબમરીન માટે અનુકૂળ છે. કેમ કે તેની ઊંડાઈ વધારે છે.