ભાજપના દંડકે AMC કોર્પોરેટરોને નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો માગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 18:16:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ભાજપ તમામ 182 બેઠકો જીતવા માટે કૃતસંકલ્પ છે. લોકોના દિલ જીતવા માટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો ઝડપથી થાય તેના માટેના આયોજનો કરીને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં  વડાપ્રધાન મોદીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના મોટાભાગના કોર્પોરેટરો હાજર ન રહેતા આ બાબતની નોંધ લઈ ગેરહાજર રહેનાર કોર્પોરેટરને નોટિસ આપી 3 દિવસમાં ખુલાસો આપવાની માંગ કરવામાં આવી છે. યોગ્ય ખુલાસો નહીં આપનાર કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત તેમને આગામી દિવસોમાં કાર્યક્રમમાં હાજર રહેવા તાકીદ કરાઈ છે. 


AMCના ભાજપના દંડકે ફટકારી નોટિસ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના દંડક અરુણસિંહ રાજપુતે તમામ કોર્પોરેટરોને નોટિસ ફટકારી છે. નોટીસમાં જણાવ્યું છે કે, AMCમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. સાબરમતી રિવરફ્રન્ટ પર વડાપ્રધાનના હસ્તે કરવામાં આવેલ અટલ બ્રિજના ઉદ્ધાટનના કાર્યક્રમમાં બધા કોર્પોરેટરોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી તેમ છતાં કોર્પોરેટરો આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જે ખૂબ જ ગંભીર બાબત છે અને પાર્ટીના ઉચ્ચ પદ અધિકારીઓએ તેની નોંધ લીધી હતી. કાર્યક્રમમાં કોર્પોરેટરો ગેરહાજર હતા તો કયા કારણથી તેનો ખુલાસો ત્રણ દિવસની અંદર દંડક અરુણસિંહ રાજપૂતને આપવા જાણ કરવામાં આવી છે.

 

કોર્પોરેટરોએ કર્યો બચાવ


કેટલાક કોર્પોરેટરોએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, પોતે તે કાર્યક્રમમાં આવ્યા હતા પરંતુ સિક્યુરિટીના કારણે અંદર નહોતા પ્રવેશી શક્યા. કેટલાકે કહ્યું કે પોતે ત્યાં હાજર રહ્યા હતા પરંતુ હાજરી રહી ગઈ હતી. આ કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરોને પોતાને ક્યાં જવાનું હતું તેનો પણ ખ્યાલ ન હતો તેવું સામે આવ્યું હતું. રિવરફ્રન્ટ પર ખાદીના કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરો પહોંચી ગયા હતા.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.