'મફતમાં કંઈ ન આપવું જોઈએ', નારાયણ મૂર્તિએ 'ચૂંટણીમાં 'રેવડી કલ્ચર' પર કર્યું આ સૂચન


  • Published By :
  • Published Date : 2023-11-30 21:39:33

આપણા દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા વિવિધ ફ્રી બીઝ (મફતમાં સુવિધાઓ)ના વચનો આપવામાં આવે છે. આ મુદ્દે સોફ્ટવેર કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ કહ્યું છે કે કંઈપણ મફતમાં ન આપવું જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સબસિડીનો લાભ લેતા લોકોએ સમાજની ભલાઈ માટે યોગદાન આપવું જોઈએ. સોફ્ટવેર દિગ્ગજ મૂર્તિએ એમ પણ કહ્યું હતું કે ભારત જેવા ગરીબ દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે ઉદાર મૂડીવાદ જ એકમાત્ર ઉપાય છે.


બેંગ્લોર ટેક સમિટમાં કર્યુ સંબોધન


બેંગ્લોર ટેક સમિટ 2023ની 26મી સમિટમાં ઉપસ્થિત રહેલા નારાયણ મૂર્તિએ લોકોને સંબોધ્યા હતા. તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું કે, જો તમે કહો છો કે "હું તમને મફત વીજળી આપીશ, તો તે સરકાર માટે ખૂબ જ સારી વાત છે. પરંતુ તમારે એમ પણ કહેવું જોઈએ કે જો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 20 ટકા સુધી પહોંચી જશે, ત્યારે જ અમે તમને આ સુવિધાઓ આપીશું."  


ભાવિ પેઢીના કલ્યાણ માટે યોગદાન આપો


આઈટી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નારાયણ મૂર્તિએ કહ્યું કે, "હું ફ્રી સેવાઓ આપવાના વિરુદ્ધમાં નથી. હું આ સારી રીતે સમજું છું કારણ કે હું પણ એક ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવ્યો છું. પરંતુ મને લાગે છે કે મફત સુવિધાઓનો લાભ લેતા લોકોએ પોતાની ભાવિ પેઢીના કલ્યાણ માટે બદલામાં કંઈક યોગદાન આપવું જોઈએ."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?