ના હોય! કર્ણાટકમાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારે જમા કરાવ્યા એક-એકના સિક્કા, જુઓ સિક્કા ગણવામાં અધિકારીની શું થઈ હાલત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-19 17:06:34

કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા આને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. લાખો રુપિયા આપી ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે. ત્યારે પોતાની ઉમેદવારી નોંધાવા ઉમેદવારો પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે યાદગિરી વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર યનકેપ્પાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ડિપોઝીટની રકમ જમા કરાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યા હતા.10 હજારની ડિપોઝિટ જમા કરાવા માટે એક એકના સિક્કા લઈને ઉમેદવાર પહોંચ્યા હતા.

   

એક-એકના સિક્કા લઈ ઉમેદવારે ભરી 10 હજારની ડિપોઝિટ! 

ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ ડિપોઝિટની રકમ જમા કરાવી પડતી હોય છે. આમ તો સામાન્ય વ્યવ્હારમાં પણ આપણે પરચૂરણનો ઉપયોગ નથી કરતા. નોટો વાપરીએ છીએ. જો કોઈ આપણને એક-બેના સિક્કા પકડાવે અને આપણને ગણવા પડે તો? આપણે પરચૂરણનો ઉપયોગ સામાન્ય રીતે કરતા નથી અને જો આપણને કોઈ પરચૂરણ ગણવાનું કહે તો તે આપણે ના જ પાડી દઈએ. ત્યારે કર્ણાટક ચૂંટણી માટે અપક્ષ તરીકે લડવા માટે ઉમેદવારે 10 હજારનું પરચૂરણ ડિપોઝિટ તરીકે જમા કરાવી છે. 

in-karnataka-a-candidate-fills-the-nomination-form-with-10-thousand-coins-of-1-rupee-each-officials-sweat-while-counting-118643

સિક્કા ગણવામાં અધિકારીને લાગ્યો બે કલાકનો સમય!

યાદગિરી સ્થિત કાર્યાલયમમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યો હતો. ત્યાં હાજર અધિકારીને આ સિક્કા ગણવામાં લગભગ બે કલાક લાગ્યા હતા. ઉમેદવારી પત્ર દાખલ કરવા યંકપ્પા પોતાના ગળામાં બેનર લટકાવીને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. અપક્ષ ઉમેદવારના પોસ્ટરમાં 12મી સદીના સમાજ સુધારક બસવેશ્વર, કર્ણાટકના સંત કવિ, સ્વામી વિવેકાનંદ, ડો. બાબા સાહેબ આંબેડકર અને બંધારણની પ્રસ્તાવનાનો ફોટો લગાવ્યો હતો. મહત્વનું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં યોજાવાની છે.     




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?