ભારતમાં જ નહીં, દુનિયાના આ પાંચ દેશોમાં પહોંચ્યો કોરોનાનો ઘાતક JN.1 વેરિયેન્ટ


  • Published By :
  • Published Date : 2023-12-19 22:17:42

કોરોના વાયરસ ફરી એકવાર વાપસી કરવા લાગ્યો છે. કોરોના વાયરસનું નવું સબ-વેરિઅન્ટ JN.1એ દુનિયાની ચિંતા વધારી છે. લોકો માની રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરી એકવાર ચલણમાં આવશે. ભારતના કેરળ રાજ્યમાં આ વાયરસના કેસ જોવા મળ્યા છે. દેશમાં સોમવારે 111 નવા કેસ નોંધાયા હતા. JN.1 વેરિઅન્ટ અત્યંત ઝડપથી ફેલાય છે. તેનો કેસ સૌપ્રથમ લક્ઝમબર્ગમાં નોંધાયો હતો. પરંતુ હવે માત્ર ભારતમાં જ નહીં, અન્ય પાંચ દેશોમાં પણ તેના કેસ જોવા મળ્યા છે.


આ પાંચ દેશોમાં સંક્રમણ વધ્યું


આ વાયરસના કેસ અમેરિકા, ચીન, સિંગાપોર, ભારત અને કેટલાક યુરોપિયન દેશોમાં જોવા મળ્યા છે. સિંગાપોરમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સિંગાપોરમાં 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે 56,000 થી વધુ કેસ જોવા મળ્યા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં વધારો થયો છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો વધુ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના કેસ વધવા માટે સબ વેરિયેન્ટ JN.1નું સંક્રમણ જવાબદાર છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?