લગ્ન સમારોહમાં મનગમતી વાનગી ખુટી જાય ત્યારે જે લોકો તેનો સ્વાદ માણી શક્યા ન હોય તેમને વસવસો થાય તે સ્વાભાવિક છે. જો કે તેના કારણે મારમારી થાય તેવું તો જવલ્લેજ બનતું હોય છે. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના શમસાબાદના નયા બાંસ રોડ પર આવેલા સંતોષી માતાના મંદિર નજીક એક લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા ભોજન સમારોહમાં ગુલાબ જાંબુ ખુટી જતા મોટી બબાલ થઈ ગઈ હતી. બે જુથો સામ-સામે આવી જતા એક મહિલા સહિત 6 લોકો ઘાયલ થઈ ગયા હતા.
दिनांक 19.11.2023 की रात्रि में थाना शमशाबाद क्षेत्रांतर्गत शादी में रसगुल्ले को लेकर दो पक्षों में मारपीट के प्रकरण में स्थानीय पुलिस द्वारा घायलों का मेडिकल/उपचार कराया गया है एवं तहरीर प्राप्त होने पर आवश्यक विधिक कार्यवाही की जाएगी। उक्त संबंध में ACP फतेहाबाद की बाइट। pic.twitter.com/puW5F7yjAG
— POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) November 20, 2023
યજમાન પરિવાર સામે નોંધાઈ ફરિયાદ
दिनांक 19.11.2023 की रात्रि में थाना शमशाबाद क्षेत्रांतर्गत शादी में रसगुल्ले को लेकर दो पक्षों में मारपीट के प्रकरण में स्थानीय पुलिस द्वारा घायलों का मेडिकल/उपचार कराया गया है एवं तहरीर प्राप्त होने पर आवश्यक विधिक कार्यवाही की जाएगी। उक्त संबंध में ACP फतेहाबाद की बाइट। pic.twitter.com/puW5F7yjAG
— POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) November 20, 2023લોહિયાળ સંઘર્ષ બાદ તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહેમાન ગૌરીશંકર શર્માએ યજમાન પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. ગુલાબ જાંબુ ખલાસ થઈ જતા મહેમાનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. બબાલ એટલી વધી ગઈ કે લોકો એકબીજા સાથે માથે મારપીટ કરવા લાગ્યા જેમા 6 લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દોષિતો સામે કાર્યવાહી શરૂ કરી છે.