નોર્થ કોરિયાએ જાપાન બાજુ બેલિસ્ટિક મિસાઇલ છોડી!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:17:01

 નોર્થ કોરિયા મંગળવારે જાપાન તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી અને તેની જાણકારી સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે આપી હતી તેમણે જણાવ્યું કે નોર્થ કોરિયાએ તેના પૂર્વ કિનારેથી એક બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. એક અઠવાડિયાની અંદર કોરિયાએ પાંચમી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

 

મિસાઇલ જાપાનથી લગભગ 3,000 કિમી દૂર પડી હતી. નોર્થ કોરિયાની કૃત્ય પછી જાપાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને મિસાઇલ લોન્ચ અંગેની જાણકારી બાદ જાપાન સરકારે તમામ નાગરિકોને સુરક્ષિત જગ્યાએ પોહચાળી દીધા છે.

 

જાપાને સિક્યોરીટી બેઠક બોલાવી

જાપાને નેસનલ સિક્યોરીટી કાઉન્સિલિંગની ઇમરજન્સી બેઠક બોલાવી દીધી છે. જાપાની સરકારે હાઈ એલર્ટની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત ત્યાંની કેટલીક ટ્રેનઑ પણ રદ કરી દેવામાં આવી છે. UN નોર્થ કોરિયાના બેલિસ્ટિક અને પરમાણુ હથિયારોનું પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

 

નોર્થ કોરિયા ટુંક સમયમાં ન્યુક્લિયર ટેસ્ટ કરી શકે છે !!!!

 

હાલના સમયમાં નોર્થ કોરિયાએ પોતાનો ક્લિયર આર્મ્ડ દેશ જાહેર કર્યો છે. અને આના માટે તેમણે નવો કાયદો પણ કાઢ્યો છે, કાયદા અનુસાર, જો નોર્થ કોરિયાને કોઈ દેશ થકી જોખમ નડશે તો તે દેશ પર પરમાણુ હુમલો કરી શકે છે. કિમ જોંગ ઉને જુલાઈમાં કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકા અને સાઉથ કોરિયા સામે લડવા માટે ન્યૂક્લિયર પાવરનો ઉપયોગ કરવા માટે તૈયાર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.