STORY BY SAMIR PARMAR
ઠગ સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડની વસૂલી મામલે બોલીવુડ ડાન્સર નોરા ફતેહીની દિલ્લી પોલીસેની EDએ ગઈકાલે લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. આગામી 12 સપ્ટેમ્બરના રોજ બોલિવુડ અભિનેત્રી જેક્વલિન ફર્નાન્ડિઝની પણ પૂછપરછ કરવામાં આવશે.
EDએ સુકેશ ચંદ્રશેખરના ઠગાઈ કેસ મામલે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આર્થિક અપરાધ શાખા ખાતે નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઠગ સુકેશ ચંદ્રશેખરને નોરા ફતેહી સામે રાખી પ્રશ્નો પૂછ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જ્યારે તેમને સવાલ પૂછ્યો હતો કે તમે એકબીજાને મળ્યા છો ત્યારે નોરા અને સુકેશે 'હા' જવાબ આપ્યો હતો.
EDએ નોરા ફતેહી અને ઠગ સુકેશને શું સવાલો કર્યા?
ઈડીએ નોરાને પૂછ્યું હતું કે શું સુકેશે શરૂઆતમાં નોરાના ફેમેલી ફ્રેન્ડ બોબી ખાનને બીએમડબલ્યુ કાર ગિફ્ટ કરી હતી કે કેમ? ત્યારે નોરાએ જવાબ આપ્યો હતો કે હા સુકેશે મને કાર ગિફ્ટ કરવાની ઓફર કરી હતી પરંતુ મેં ના પાડી દીધી હતી. ઈડીએ નોરાને પૂછ્યું હતું કે સુકેશે શું કહીને નોરા સાથે મુલાકાત કરી હતી ત્યારે નોરાએ જવાબ આપ્યો હતો કે સુકેશે પોતાને શેખર બનીને મારી સાથે મુલાકાત કરી હતી. સુકેશે જણાવ્યું હતું કે સુકેશે પોતાને એલએસ કોર્પોરેશનથી આવે છે તેવી માહિતી આપી હતી. જ્યારે સુકેશને આ વિશે પૂછવામાં આવ્યું તો સુકેશે જવાબ આપ્યો હતો કે, માત્ર શેખર કહ્યું હતું બીજી કોઈ વાત મેં નહોતી કરી. સુકેશે નોરા સાથે સિગ્નલ એપ્લિકેશન અને વોટ્સએપ એપ્લિકેશન પર વાત કરી હતી.