હરિયાણાના નૂહ અને ગુરુગ્રામમાં કોમી હિંસા, ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ, એક જવાનનું મોત


  • Published By :
  • Published Date : 2023-07-31 21:47:46

હરિયાણાના નૂહ જિલ્લામાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. બંને પક્ષો વચ્ચે થયેલા પથ્થરમારા દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હરિયાણા સરકારે જણાવ્યું હતું કે સાંપ્રદાયિક તણાવને રોકવા માટે બુધવાર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું કે સરકારે પડોશી જિલ્લાઓમાંથી વધારાના દળો મોકલ્યા છે. નૂહમાં થયેલી હિંસાની અસર ગુરુગ્રામ સુધી જોવા મળી રહી છે. બંને જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિંસા દરમિયાન ગુરુગ્રામના એક હોમગાર્ડનું મોત થયું હતું, જ્યારે બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.


હોમગાર્ડ જવાન શહીદ, ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ


નૂહમાં કોમી અશાંતિ બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જોકે મોટા ભાગના સ્થળોએ હજુ પણ ઈન્ટરનેટ ચાલુ છે. નૂહમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એક હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સ્પીકરના માધ્યમથી લોકોને સતત તેમના ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. રમખાણોમાં ગુરુગ્રામના ખેડકી દૌલા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ જવાન નૂહ શહીદ થયા છે જ્યારે બે અધિકારીઓ ઘાયલ થયા છે. ગુરુગ્રામના એક ઈન્સ્પેક્ટરને પેટમાં ગોળી વાગી હતી અને ડીએસપી હોડલ સજ્જન સિંહને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.


કોમી તંગદીલી કઈ રીતે સર્જાઈ?


ગુરુગ્રામ વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ યશવંત શેખાવતના જણાવ્યા અનુસાર, ગુરુગ્રામના સેંકડો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ભગવાન શિવના જલાભિષેક કરવા માટે નળ હદ શિવ મંદિર મેવાત ગયા હતા. યાત્રા શિવ મંદિર નળ હુદમાં પહોંચતા જ તોફાની તત્વોએ યાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને આગચંપી કરી હતી. સાથે જ અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી. હંગામા દરમિયાન ફાયરિંગથી લઈને આગચંપી સુધીની ઘટનાઓ બની હતી. ઘણા સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાક ખાનગી વાહનોને પણ ટોળાએ નિશાન બનાવ્યા હતા. પોલીસે મામલો શાંત પાડવા ફાયરિંગ પણ કર્યું હતું. આ વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને ઘણી જગ્યાએ છૂટાછવાયા બનાવો નોંધાઈ રહ્યા છે. આ ઘટના બાદ નૂહ-હોડલ રોડ પર માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેને લઈને નૂહ શહેર સાવ નિર્જન ભાસી રહ્યું છે. આ ઘટના બાદ મોટાભાગની બજાર બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?