બિનસચિવાલય ક્લાર્કની નિમણૂંક માટે તરસતા ઉમેદવારો, 5 વર્ષે એક ભરતી ન થઈ શકે આટલી ધીમી સિસ્ટમ?


  • Published By :
  • Published Date : 2023-01-19 21:39:54

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની  તૈયારી કરતા વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાઓની કાગડોળે રાહ જોતા હોય છે. જો કે તે પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ પણ તે સમયસર લેવાતી નથી અને જો પરીક્ષા લેવામાં પણ આવે તો તેનું પરીણામ આવતા વર્ષો લાગે અને અને પરીક્ષાનું પરિણામ પણ જાહેર થાય તો નિમણૂક થશે કે કેમ તે સળગતો સવાલ ઉમેદવારોને સતત મૂંઝવતો હોય છે. આવું જ કાંઈક 2018ની બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા સાથે થયું છે.


2018માં બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાની જાહેરાત 


ગૌણ સેવા પસંદગી બોર્ડે ઑક્ટોબર 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની 2221 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં ફરી વાર જૂન 2019માં જગ્યામાં વધારો કરીને 3053 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. આ પરીક્ષા માટે ગુજરાતમાંથી દસ લાખથી વધુ લોકોએ આ પરીક્ષાના ફોર્મ ભર્યાં હતાં. 20 ઑક્ટોબરે પરીક્ષા યોજાવાનું નક્કી હતું, પરંતુ અચાનક જ સરકારના આદેશને અનુસરીને ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી. બાદમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા 17 નવેમ્બરે લેવાઈ હતી અને ગેરરીતિના આરોપ લાગતાં ફરી રદ કરવામાં આવી હતી. જો કે સરકારે 4 ડિસેમ્બરે સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજી પેપર લીક થયું હોવાનો ઇન્કાર કર્યો હતો. 


2019માં પેપરલીક થતા આંદોલન


બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લિક થતા વિદ્યાર્થીઓમાં આક્રોસ ભભુકી ઉઢ્યો હતો.પરીક્ષાર્થીઓએ પેપરલિંક ઘટનાની તપાસ માટે જોરદાર આંદોલન કર્યું હતું. જો કે અંતે સરકાર ઝુંકી હતી અને તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. 14 ડિસેમ્બરે એફએસએલ તેનો તપાસ રિપોર્ટ રજુ કર્યો અને તેમાં પેપર લીક થયાનું જાહેર કર્યું હતું. પોલીસે પેપરલિકમાં સામેલ પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી.


પરીક્ષા લેવા માટે ટ્વીટર પર આંદોલન


બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા 2 વર્ષમાં એકથી વધુ વખત બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવાની માગ ઉઠી હતી. પરીક્ષાર્થીઓએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ટ્વીટર પર આંદોલન ચલાવ્યું હતું. અંતે આ બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી તારીખ 24મી એપ્રિલ, 2022ના રોજ યોજવાની માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ચેરમેન IAS એ કે રાકેશે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.


ઉમેદવારોની નિમણુંક માટે લડત


સરકારે પરીક્ષા તો યોજી અને હવે પરીણામ જાહેર થયા બાદ પરીક્ષાર્થીઓ નિમણૂક પત્ર માટે રીતસર લડત ચલાવી રહ્યા છે. સરકારે પણ વિધાનસભાની ચૂંટણી પહેલા વિદ્યાર્થીઓ નિમણૂક પત્ર આપવાના બદલે માત્ર અભિનંદન પત્ર મોકલ્યા હતા. ઉમેદવારોએ સરકાર સામે ટ્વીટર પર ફરી આંદોલન શરૂ કર્યું છે અને સરકારને અભિનંદન પત્રોના તમાશાના બદલે નિમણુક આપવા માટે પ્રક્રિયા પુરી કરવાની કરવાની માગ કરી હતી. આ મુદ્દાની સૌથી રસપ્રદ બાબત એ છે કે નિમણુંક આપનારી જીએડી અને પરીક્ષા લેનારી ગૌણસેવા એમ બંનેના ચેરમેન એકે રાકેશ છે. જો કે તેમ છતાં પણ નિમણૂંકની પ્રકિયા અધ્ધરતાલ છે. હવે 23મી જાન્યુઆરીની આસપાસ સરકાર નિમણૂકની પ્રક્રિયા પુરી કરે તેવું અનુમાન વ્યક્ત કરાવામાં આવી રહ્યું છે.


આટલી ધીમી સિસ્ટમ?


ગૌણ સેવા પસંદગી બોર્ડે ઑક્ટોબર 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની જાહેરાત કરી હતી. આ વાતને પાંચ વર્ષ જેટલો સમય વિતી ગયો છે. આટલા સમય બાદ પણ હજું ઉમેદવારો તેમની નિમણૂકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર ગોકળ ગાયની ગતિએ કામ કરે છે  તેથી જ ઉમેદવારોનું ભાવી અંધકારમય બની જાય છે. શું સરકાર ભવિષ્યમાં પણ આવી જ રીતે મનમોજી રીતે પરીક્ષોએ યોજશે અને નિમણૂકો કરશે. જો આવું થશે તો ચોક્કસપણે ભાવી પેઢી માટે આ ચિંતાનો વિષય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?