બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા ગયા છે. સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પહોંચ્યા હતા.
શું છે બંગાળ ક્રિકેટ બોર્ડ?
ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળ ભારતના બંગાળની ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે. સીખએબીનું હેડક્વાર્ટર ઈડન ગાર્ડનમાં છે માટે સૌરવ ગાંગુલી નામાંકન દાખલ કરવા ઈનડ ગાર્ડન ગયા હતા. સીએબી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાનું ફુલ મેમ્બર છે.
અવિશેક ડાલમિયાને રિપ્લેસ કરશે ગાંગુલી?
18 ઓક્ટોબરે બીસીસીઆઈના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. સૌરવ ગાંગુલી બાદ ઓલ રાઉન્ડર રોઝર બિન્નીની બીસીસીઆઈના અધ્યક્ષ પદે નિમણૂક થઈ હતી. હાલ અવિશેક ડાલમિયા સીએબીના અધ્યક્ષ છે, લાગી રહ્યું છે કે સૌરવ ગાંગલી અવિશેક ડાલમિયાને સીએબીના પદેથી રિપ્લેસ કરશે. ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળની સ્થાપના 94 વર્ષ પહેલા 1928ના થઈ હતી. ત્યારથી બંગાળના મેચ સીએબી અંતર્ગત રમાઈ રહ્યા છે. ?