70 કરોડના ખર્ચે 3 વર્ષમાં ઉભી કરાયેલી 40 માળની ઈમારત માત્ર 9 સેકન્ડમાં થશે ધરાશાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 15:58:24

ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલા નોઈડા સ્થિત સુપરટેક બિલ્ડરના ટ્વિન ટાવર(એપેક્સ અને સિયાન)ને રવિવારે બપોરે અઢી વાગ્યે જમીનદોસ્ત કરી દેવામાં આવશે. ત્રણ વર્ષના સમયગાળામાં 70 કરોડના ખર્ચે તૈયાર થયેલી 40 માળની આ બે ઈમારત માત્ર 9 જ સેકન્ડમાં ધરાશાઈ થઈ જશે. ટ્વીન ટાવરને તોડી પાડવા માટે 3700 કિલોગ્રામ જેટલા વિષ્ફોટકોનો ઉપયોગ કરાશે. 


આવી રીતે તોડી પડાશે ઈમારત


ટ્વીન ટાવર સોક ટ્યૂબ સિસ્ટમ હેઠળ ધ્વસ્ત કરવામાં આવશે. આ ટેકનોલોજીમાં કાટમાળ પાણીના ઝરણાની જેમ સીધે નીચે પડે છે. ટાવરને પાડવા માટે અલગ-અલગ સેકન્ડમાં વિષ્ફોટ કરવામાં આવશે. ટાવર તોડી પાડવાની શરૂઆત બેસમેન્ટથી થશે. એક પછી એક કરીને સ્લેબ નીચે પડશે. બંને ટાવરનો પહેલો ફ્લોર એક સેકન્ડ અને અંતિમ ફ્લોર સાત સેકન્ડમાં ધ્વ્સ્ત થઈ જશે.એડિફિસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે ટાવર પડવા દરમિયાન મહત્તમ વાઇબ્રેશન લેવલ 34 અને લઘુત્તમ 2 મિમી પ્રતિ સેકન્ડ રહેવાની અનુમાન છે. આવી સ્થિતિમાં, 10 મીટરની ત્રિજ્યામાં આવેલા ફ્લેટમાં માત્ર નજીવી તિરાડ આવી શકે છે. બાકીના પર કોઈ અસર થશે નહીં. આ સમયગાળા દરમિયાન અવાજનું સ્તર 150 ડેસિબલ રહેવાની સંભાવના છે. નોઈડા સિસ્મિક ઝોન-4માં આવે છે. અહીં બનેલી તમામ ઈમારતો 7 અને 8 રિક્ટર સ્કેલના ભૂકંપનો સામનો કરી શકે છે. આ ઇમારતો 300 મીમી પ્રતિ સેકન્ડના કંપનનો સામનો કરી શકે તે પ્રમાણે બનાવવામાં આવી છે. વાઇબ્રેશન ઓછું કરવા માટે બંને ટાવરના બેઝમેન્ટમાં કોંક્રીટ વેવ બનાવવામાં આવ્યા છે.



કઈ રીતે ઉભી થઈ ઈમારત?


નોઈડા ઓથોરિટીએ 20 જૂન 2005ના રોજ સુપરટેક બિલ્ડરને એમરાલ્ડ કોર્ટના બાંધકામની મંજૂરી આપી હતી. આ સંકુલમાં 14 ટાવર બનાવવાના હતા. ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને નવ માળ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે, બિલ્ડરે વર્ષ 2006માં તેમાં ફેરફાર કરીને ગ્રાઉન્ડ ફ્લોર અને 11 માળની સાથે બે વધારાના ટાવરનો સમાવેશ કર્યો હતો. આ પછી વર્ષ 2009માં નકશામાં ફેરફાર કરીને ટાવરની ઊંચાઈ વધારવામાં આવી હતી. આ વખતે ટાવરમાં 24 માળ બનાવવાનું નક્કી કરાયું હતું. વર્ષ 2012માં નકશામાં ફરીથી સુધારો કરીને ઊંચાઈ વધારીને 40 માળ કરવામાં આવી હતી. એમરોલ્ડ કોર્ટ સોસાયટીમાં રહેતા લોકોએ સુપરટેક બિલ્ડર અને નોઈડા ઓથોરિટી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સોસાયટીના લોકોએ વર્ષ 2012માં અલ્લાહબાદ હાઈકોર્ટનાં દરવાજા ખખડાવ્યા હતા. 11 એપ્રીલ 2014માં વિવાદાસ્પદ ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવાનો હુકમ આપ્યો હતો.સુપરટેક બિલ્ડરે આ હુકમને સુપ્રીમમાં પડકાર્યો હતો. જોકે સુપ્રીમે પણ 31 ઓગસ્ટ 2021ના દિવસે ટાવરને ધરાસાઈ કરવાનો હુકમ આપ્યો હતો. 


28 ઓગસ્ટના દિવસે વિષ્ફોટકોથી ધ્વસ્ત થનારા ટ્વીન ટાવર દેશની સૌથી ઉંચી ઈમારત હશે. આ પહેલા દેશમાં આટલું મોટું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?