ધરાશાઈ થયા ટ્વિન ટાવર, આંખના પલકારામાં કાટમાળ બની ગઈ બહુમાળી ઈમારત
સુપ્રીમ કોર્ટના હુકમ બાદ નોઈડાના સેક્ટર-93એ સ્થિત સુપરટેક એમેરાલ્ડ કોર્ટના ટ્વીન ટાવર આજે ઈતિહાસ બની ગયા. બંને ટાવરને વિષ્ફોટ બાદ ધરાશાઈ કરી દેવામાં આવ્યા, આ બંને ઈમારતોને આજે બપોરે 2.30 કલાકે જમીનદોસ્ત કરવામાં આવી ત્યારે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મુંબઈ સ્થિત કંપની એડફિસ એન્જિનિયરિંગ અને દક્ષિણ આફ્રિકાની જેટ ડિમોલિશનને આ કામમાં લગાવવામાં આવી હતી. 32 માળના એપેક્સ (100 મીટર) અને 29 માળના સિયાન (97 મીટર) ટાવરમાં 3700 કિલોગ્રામ વિસ્ફોટકો લગાવીને રિમોટ દ્વારા વિષ્ફોટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ વખતે સાવચેતીના ભાગરૂપે આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. વિષ્ફોટકોથી માત્ર 12 જ સેકન્ડમાં આ બંને ઈમારતોને ધરાશાઈ કરવામાં આવી હતી.
નોઈડા ઓથોરિટીના સીઈઓ રિતુ મહેશ્વરીએ કહ્યું કે નજીકની હાઉસિંગ સોસાયટીઓને કોઈ નુકસાન થયું નથી. અમુક કાટમાળ રસ્તા તરફ જ આવી ગયો છે. અમને એક કલાકમાં પરિસ્થિતિનો વધુ સારો ખ્યાલ આવી જશે.
Noida twin towers come crashing down after use of 3,700 kg explosives
Read @ANI Story | https://t.co/03ZD5phR7t#TwinTowers #Noida #TwinTowersDemolition #Supertech #SupertechTwinTower #SupertechTwinTowersDemolition pic.twitter.com/vru7xjSZhr
— ANI Digital (@ani_digital) August 28, 2022
ડિમોલિશન પછી તરત જ પાણીનો છંટકાવ શરૂ
Noida twin towers come crashing down after use of 3,700 kg explosives
Read @ANI Story | https://t.co/03ZD5phR7t#TwinTowers #Noida #TwinTowersDemolition #Supertech #SupertechTwinTower #SupertechTwinTowersDemolition pic.twitter.com/vru7xjSZhr
ડિમોલિશન પછી તરત જ નોઈડા ઓથોરિટીની ટીમ દ્વારા પાણીનો છંટકાવનું કામ શરૂ કરી દીધું હતું. પાર્શ્વનાથ પ્રતિષ્ઠા અને પાર્શ્વનાથ સૃષ્ટિ સોસાયટી, ગેઝા, સેક્ટર-92, 93, 93A, 93B જેવા રહેણાંક વિસ્તારોના રહેવાસીઓ, બાળકો, વૃદ્ધો અને શ્વસનના દર્દીઓને સાવચેતીના ભાગરૂપે, ડિમોલિશન સાઇટની નજીકમાં આવેલી ધૂળની અસરથી બચવા માટે ડિમોલિશન.માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી હતી.
ભ્રષ્ટાચારના પાયા પર ઉભી કરાઈ ઈમારત
સુપરટેક બિલ્ડરને 23 ડિસેમ્બર 2004ના રોજ સેક્ટર-93Aમાં એમરાલ્ડ કોર્ટના નામે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, જેમાં 14 ટાવરનો નકશો પાસ કરવામાં આવ્યો હતો. આ પછી પ્લાનમાં 3 વખત સુધારો કરવામાં આવ્યો અને બિલ્ડરને 2 નવા ટાવર બનાવવાની મંજૂરી આપવામાં આવી. આ બંને ટાવર ગ્રીન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને 2 માળના કોમર્શિયલ કોમ્પ્લેક્સની જમીન પર બાંધવામાં આવ્યા હતા, જેને ટ્વીન ટાવર તરીકે ઓળખવામાં આવતા હતા. ટ્વીન ટાવરના નિર્માણમાં કાયદાના ઘોર ઉલ્લંઘનના આરોપો સાબિત થયા પછી 31 ઓગસ્ટ 2021ના દિવસે સુપ્રીમ કોર્ટે તોડી પાડવાનો હુકમ આપ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે આ બંને ટાવર 30 નવેમ્બર 2021 સુધીમાં તોડી પાડવા અને ખરીદદારોને 12 ટકા વ્યાજ સાથે નાણાં પરત કરવાનો પણ બિલ્ડરને આદેશ કર્યો હતો.
ટ્વીન ટાવર્સના માલિક કોણ છે?
200 કરોડથી વધુના ખર્ચે બનેલા આ ટાવરને તોડવા માટે લગભગ 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે તેને બનાવનાર વ્યક્તિ કોણ છે? આ ટ્વીન ટાવરનો માલિક કોણ છે અને તેણે આટલી મોટી ઈમારત કેવી રીતે બનાવી?
આ ટ્વીન ટાવર સુપરટેક કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. સુપરટેક કંપનીના માલિકનું નામ આરકે અરોરા છે. આરકે અરોરાએ 34 કંપનીઓ ઉભી કરી છે. આ કંપનીઓ સિવિલ એવિએશન, કન્સલ્ટન્સી, બ્રોકિંગ, પ્રિન્ટિંગ, ફિલ્મો, હાઉસિંગ ફાઇનાન્સ, કન્સ્ટ્રક્શનમાં કામ કરે છે. આટલું જ નહીં, આરકે અરોરાએ કબ્રસ્તાન બનાવવા માટે એક કંપની પણ ખોલી છે.