ફેન્ચ લેખિકા એની એર્નોક્સ (Annie Ernaux)ને સાહિત્યનું 2022 નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. નોબેલ સમિતિએ કહ્યું કે 82 વર્ષીય એની આર્નોક્સને 'સાહસ અને ક્લિનિકલ એક્યુટી (clinical acuity) માટે એનાયત કરવામાં આવે છે. જેની સાથે તેણીએ વ્યક્તિગત સ્મતિઓના મૂળ, વ્યવસ્થાઓ અને સામૂહિક પ્રતિબંધોને ઉજાગર કર્યા છે'. સ્વીડિશ એકેડેમીના કાયમી સભ્ય અને સચિવ મેટ્સ માલ્મએ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં આજે વિજેતાના નામની જાહેરાત કરી હતી.
Learn more about the 2022 #NobelPrize in Literature:https://t.co/oftEXlSlKi
— The Nobel Prize (@NobelPrize) October 6, 2022
એની આર્નોક્સનું સાહિત્યિક પ્રદાન શું છે?
Learn more about the 2022 #NobelPrize in Literature:https://t.co/oftEXlSlKi
— The Nobel Prize (@NobelPrize) October 6, 2022એની આર્નોક્સ ફ્રેન્ચ લેખક અને સાહિત્યના પ્રોફેસર રહી ચુક્યા છે. તેણીનો જન્મ 1 સપ્ટેમ્બર 1940 ના રોજ ફ્રાન્સના લિલેબોન શહેરમાં થયો હતો, તેણી 82 વર્ષની છે. તેમનું સાહિત્યિક પ્રદાન, મોટે ભાગે આત્મકથા, સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલું છે. એની આર્નોક્સે તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત 1974માં એક આત્મકથાત્મક નવલકથા લેસ આર્મોઇર્સ વોડેસ (ક્લીન આઉટ)થી કરી હતી. તેઓને તેમના પુસ્તક 'ધ યર્સ' માટે 2019 માં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેની વર્ષ 2008માં ફ્રેન્ચ વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી.