વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરષ્કારની જાહેરાત કરવામાં આવી છે. નોર્વેની નોબેલ કમિટીએ વર્ષ 2022ના શાંતિ પુરષ્કાર માટે બેલારુસના માનવાધિકાર કાર્યકર્તા એલેસ બિયાલિઆત્સ્કી, રશિયાની માનવાધિકાર સંસ્થા મેમોરિયલ અને યુક્રેનની માનવ અધિકાર સંસ્થા સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝની પસંદગી કરી છે.
BREAKING NEWS:
The Norwegian Nobel Committee has decided to award the 2022 #NobelPeacePrize to human rights advocate Ales Bialiatski from Belarus, the Russian human rights organisation Memorial and the Ukrainian human rights organisation Center for Civil Liberties. #NobelPrize pic.twitter.com/9YBdkJpDLU
— The Nobel Prize (@NobelPrize) October 7, 2022
1. એલેસ બિયાલિઆત્સ્કી
BREAKING NEWS:
The Norwegian Nobel Committee has decided to award the 2022 #NobelPeacePrize to human rights advocate Ales Bialiatski from Belarus, the Russian human rights organisation Memorial and the Ukrainian human rights organisation Center for Civil Liberties. #NobelPrize pic.twitter.com/9YBdkJpDLU
એલેસ બિયાલિઆત્સ્કી 1980 ના દાયકાના મધ્યમાં બેલારુસમાં ઉદ્ભવેલી લોકશાહી ચળવળના આરંભકર્તાઓમાંના એક હતા. તેમણે તેમના દેશમાં લોકશાહી અને શાંતિપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે 1996માં Viasna (વસંત) સંસ્થાની સ્થાપના કરી હતી. Viasna એક માનવાધિકાર સંગઠન તરીકે વિકસ્યું છે. આ સંગઠન રાજકીય કેદીઓ પરના અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે અને તેમને કાનુની મદદ પુરી પાડે છે. એલેસ બિયાલિઆત્સ્કી વર્ષ 2011થી 2014 સુધી જેલમાં રહ્યા હતા. વળી 2020માં ફરી તેમની ધરપકડ કરવામાં આવી અને હજુ પણ જેલમાં જ છે.
2. રશિયાનું હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન મેમોરિયલ
વર્ષ 1987 માં માનવ અધિકાર સંગઠન મેમોરિયલની સ્થાપના ભૂતપૂર્વ સોવિયેત સંઘમાં માનવ અધિકાર કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. તેના સ્થાપક સભ્યોમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એંદ્રેઈ સખારોવ તથા માનવાધિકારવાદી વકીલ સ્વેતલાના ગનુશકિનાનો સમાવેશ થાય છે. સંસ્થાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે સામ્યવાદી શાસનના જુલમનો ભોગ બનેલા લોકોને ક્યારેય ભૂલવામાં ન આવે. ચેચન્યાના વિગ્રહ દરમિયાન, મેમોરિયલએ રશિયા અને રશિયા તરફી દળો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો અને યુદ્ધ અપરાધો વિશે વિશ્વને માહિતી પહોચાડી. રશિયાની સરકાર આ સંગઠનને વિદેશી જાસુસોનું સંગઠન ગણાવે છે.
3. ધ સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ
યુક્રેનમાં માનવ અધિકારો અને લોકશાહીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સિવિલ લિબર્ટીઝ સેન્ટરની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી. તેણે યુક્રેનના નાગરિક સમાજને મજબૂત કરવા અને યુક્રેનને સંપૂર્ણ લોકશાહી બનાવવા માટે સત્તાવાળાઓ પર દબાણ લાવવાનું વલણ અપનાવ્યું. આ સંગઠનનું કહેવું છે કે યુક્રેનમાં હજુ પણ સાચી લોકશાહી અસ્તિત્વમાં નથી. આ સંગઠનની માંગ છે કે યુક્રેનને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો ભાગ બનવું જોઈએ.
ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર રશિયાના લશ્કરી ભંગાણથી, સંગઠને યુક્રેનિયન વસ્તી સામે રશિયન યુદ્ધ અપરાધોને ઓળખવા અને દસ્તાવેજ કરવા માટે નિર્ભયતાથી કામ કર્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે આ સંગઠને યુદ્ધ અપરાધોના કેસોની તપાસ કરી હતી. હવે આ કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં દાખલ થઈ રહ્યા છે.