મસ્જિદ તોડીને બનાવવામાં આવેલા રામ મંદિરને અમારૂ કોઈ સમર્થન નહીં: તમિલનાડુના મંત્રી ઉદયનિધિ


  • Published By :
  • Published Date : 2024-01-18 16:00:58

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભવ્ય મંદિરમાં રામ લાલાની પવિત્ર મૂર્તિની સ્થાપના થવાની છે. આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે વિરોધ પક્ષો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ આ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે.


શું કહ્યું ઉદયનિધિએ?


તમિલનાડુના મંત્રી ઉદયનિધિએ કહ્યું છે કે 'અમે અથવા અમારી પાર્ટીના નેતાઓ કોઈપણ મંદિરના નિર્માણની વિરુદ્ધ નથી, હા પરંતુ અમે જે જગ્યાએ મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યાં મંદિર બનાવવાનું સમર્થન કરતા નથી. અમારા નેતાએ કહ્યું હતું કે, ધર્મ અને રાજકારણને ભેળવશો નહીં. અમે હજુ પણ અમારા તે સ્ટેન્ડને મક્કમતાથી વળગી રહ્યા છીએ. અમે કોઈ મંદિરના વિરોધમાં નથી, પરંતુ પહેલા જ્યાં મસ્જિદ હતી તે જગ્યાને તોડીને જે મંદિર બનાવવામાં આવ્યું છે તેને અમે સમર્થન આપી શકીએ નહીં.' ઉલ્લેખનિય છે કે ઉદયનિધિ સ્ટાલિન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે 


 અગાઉ પણ આપી ચુક્યા છે નિવેદન


ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર અને યુવા બાબતોના મંત્રી છે. ઉદયનિધિ સ્ટાલિને અગાઉ પણ સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 2 સપ્ટેમ્બરે એક કાર્યક્રમ દરમિયાન તેમણે સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના જેવી મહામારીઓ સાથે જોડ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સામે લડવાની જરૂર નથી પરંતુ તેને ખતમ કરવી પડશે. ઉદયનિધિ સ્ટાલિનના આ વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપના નેતાઓએ પણ આકરા પ્રહારો કર્યા હતા. મામલો કોર્ટમાં પણ ગયો છે. તેમના નિવેદનના આધારે પરપટના કોર્ટે સમન્સ પણ જારી કર્યા છે અને 13મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...