આપણી સુરક્ષા માટે દેશની સીમા પર જવાન તૈનાત છે તેને કારણે આપણે ઘરમાં શાંતિથી આપણા પરિવાર સાથે રહી શકીએ છીએ. દુશ્મનોની ગોળી તેઓ પોતાના પર લઈ લે છે કે. દેશની સુરક્ષા કરવા માટે તેઓ તત્પર રહે છે. આતંકવાદીઓનો સામનો જ્યારે તેઓ કરે છે ત્યારે તે પોતાના જીવનને જોખમમાં નાખે છે. આતંકવાદીઓ સાથે થતી અથડામણમાં કાં તો તે શહીદ થઈ જાય છે કાં તો આતંકવાદીને ઠાર કરે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સેનાના જવાનોની મુઠભેડ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે આજે પણ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓની માહિતી મળતા સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થઈ હતી અથડામણ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતી હોય તેવા સમાચાર આપણને મળતા હોય છે. આતંકવાદીની જાણ થતાં સુરક્ષા બળો સર્ચ ઓપરેશન હાથ ધરે છે. ત્યારે કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળોને આતંકવાદીઓને ઠાર કરવામાં મોટી સફળતા મળી છે.સુરક્ષા બળોએ બે આતંકવાદીઓનો ખાતમો કર્યો છે. આ અંગેની જાણકારી કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે દેશની સીમા પર સુરક્ષા બળો તૈનાત છે તેને કારણે જ આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ. દેશની સુરક્ષા માટે સુરક્ષા બળોના જવાનો તત્પર હોય છે.
અનેક વખત સામે આવતા હોય છે આવા કિસ્સાઓ
આ અંગેની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જે આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું છે તે આતંકવાદી ક્યારે સંગઠન સાથે જોડાયેલા હતા તેની જાણકારી મળી ગઈ છે. મહત્વનું છે કે આની પહેલા પણ કુલગામ જિલ્લાના કુજ્જર વિસ્તારમાં રહેતા આતંકવાદીઓને મારી પાડવામાં આવ્યા હતા. ઘરમાં છૂપાયેલા હતા આતંકવાદીઓ. અથડામણમાં અનેક વખત આતંકવાદીઓ માર્યા જાય છે અથવા તો દેશનો વીર જવાન શહાદતને પામે છે. આપણી સુરક્ષા માટે તત્પર રહેતા જવાનોને સો સો સલામ છે.