વિદેશ મંત્રી ડો. એસ જયશંકર હાલ મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. તેમણે નાગપુરમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડો. હેડગેવાર અને ગુરુજીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે હવે આપણે બદલાઈ ગયા છિએ તેથી દુનિયાનો આપણા તરફ જોવાનો દ્રષ્ટીકોણ પણ બદલાઈ ગયો છે. દુનિયામાં કોઈ પણ મોટા મુદ્દાઓ હવે ભારત સાથે વિચાર-વિમર્સ અને સલાહ વિના નક્કી થતાં નથી.
विदेश मंत्री डॉ एस जयशंकर ने ट्वीट किया, " नागपुर के स्मृति मंदिर में राष्ट्रीय स्वयंसेवक संघ के संस्थापक परम पूजनीय डॉ. केबी हेडगेवार और परम पूजनीय गुरुजी को श्रद्धांजलि अर्पित की।" pic.twitter.com/2wTHxAzecZ
— ANI_HindiNews (@AHindinews) January 13, 2024
કાલે અમેરિકાના વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા
विदेश मंत्री डॉ एस जयशंकर ने ट्वीट किया, " नागपुर के स्मृति मंदिर में राष्ट्रीय स्वयंसेवक संघ के संस्थापक परम पूजनीय डॉ. केबी हेडगेवार और परम पूजनीय गुरुजी को श्रद्धांजलि अर्पित की।" pic.twitter.com/2wTHxAzecZ
— ANI_HindiNews (@AHindinews) January 13, 2024લાલ સાગરમાં સુરક્ષા પરિસ્થિતીઓ હવે હુથી બળવાખોરોના કારણે મોટા પડકારરૂપ બની ગઈ છે. આ મામલે વિદેશ મંત્રી જય શંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે ફોન પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને યુક્રેનની સ્થિતી પર ચર્ચા કરી હતી. આ ચર્ચા અંગે મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે "આજ સાંજે મારા મિત્ર અને અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન સાથે સારી ચર્ચા થઈ હતી. અમારી ચર્ચા સમુદ્ર સુરક્ષાના પડકારો, વિશેષ રીતથી લાલ લાગર ક્ષેત્ર પર કેન્દ્રીત હતું, તે સાથે જ ગાઝા સહિત પશ્ચિમ એશિયામાં માટેની અમેરિકાની નીતિઓની પ્રશંસા કરી હતી."