વિમાન મુસાફરી દરમિયાન તોફાન મચાવતા તોફાની તત્વો સામે DGCA કડડ કાર્યવાહી કરી રહ્યું છે. આવા લોકો ફરી મુસાફરી ન કરી શકે તે માટે તેમને નો ફ્લાય લિસ્ટમાં મુકી રહી છે. જેમ કે છેલ્લા એક વર્ષ દરમિયાન DGCAએ 63 મુસાફરોને નો ફ્લાય લિસ્ટમાં મુક્યા છે.
નાગરિક ઉડ્ડયન મંત્રીએ માહિતી આપી
નાગરિક રાજ્યમંત્રી જનરલ (રિ.) વીકે સિંહે રાજ્યસભામાં એક સવાલમાં જવાબ આપ્યો કે 63 તોફાની મુસાફરોને "નો ફ્લાય યાદી"માં મુકવા આવ્યા છે. તે ઉપરાંત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ સંજ્ઞાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પેશાબ કરવાની બે ઘટનાઓ બની છે. આ કાર્યવાહી એરલાઈનની આંતરિક સમિતિઓની ભલામણોના આધાર પર કરવામાં આવી છે.