WHO અનુસાર, 2022માં યુરોપમાં ગરમ હવામાનને કારણે ઓછામાં ઓછા 15,000 લોકોના મોત થયા છે. સ્પેન અને જર્મની આમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે.
WHOના પ્રાદેશિક નિર્દેશક હંસ ક્લુગેએ એક નિવેદન આપતા કહ્યું કે " અત્યાર સુધી કેટલાક દેશના ડેટાના આધારે અંદાજો 15 હજાર લોકોનો આવ્યો છે પરંતુ મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. તે કહે છે કે ઘણા મૃત્યુની માહિતી રેકોર્ડમાં પણ નોંધવામાં આવી નથી.અત્યારે સ્પેનમાં લગભગ 4 હજાર લોકો મૃત્યુ પામ્યા, પોર્ટુગલમાં 1 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા, યુનાઇટેડ કિંગડમમાં 3,200 થી વધુ લોકો અને જર્મનીમાં ઉનાળાના 3 મહિનામાં લગભગ 4,500 લોકો મૃત્યુ પામ્યા છે .
પહેલીવાર તાપમાન આટલું વધ્યું !!
જૂન અને જુલાઇ વચ્ચે હિટવેવથી બ્રિટનમાં સૌથી વધુ તાપમાન થયું હતું બ્રિટનમાં પ્રથમ વખત તાપમાન 40 °C (104 °F) સુધી જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન યુરોપમાં લગભગ 24,000 વધારાના મૃત્યુ જોવા મળ્યા હતા. જુન-ઓગસ્ટના ત્રણ મહિના યુરોપમાં રેકોર્ડ શરૂ થયા પછી સૌથી ગરમ હતા અને અપવાદરૂપે ઊંચા તાપમાને મધ્ય યુગ પછી ખંડનો સૌથી ખરાબ દુષ્કાળ જાહેર કર્યો હતો.