'INDIA'ના અવિશ્વાસ પ્રસ્તાવ પર 8 ઓગસ્ટથી શરૂ થશે ચર્ચા, PM મોદી 10મીએ આપશે જવાબ


  • Published By :
  • Published Date : 2023-08-01 17:58:24

મણિપુરના મુદ્દા પર મોદી સરકાર સામે વિપક્ષોના મહાગઠબંધન 'INDIA'ના સાંસદો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી 8થી 10 ઓગસ્ટ દરમિયાન લોકસભામાં ચર્ચા થશે. પીએમ મોદી વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવનો જવાબ 10 ઓગસ્ટના રોજ આપશે. વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી, જેને લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ સ્વિકારી લીધી હતી. 


બપોરે 12 વાગ્યે શરૂ થશે ચર્ચા  


લોકસભામાં (Lok Sabha) વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. 8 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી ગૃહમાં ચર્ચા શરૂ થશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 10 ઓગસ્ટે તેનો જવાબ આપશે. મણિપુરના મુદ્દા પર વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકાર્યો હતો.


PM મોદીએ જવાબ આપવો પડશે


વિપક્ષ દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવ લાવવા વિપક્ષ પોતાની માગ પર અડગ છે અને હંગામો મચાવતા રહ્યા હતા. વિપક્ષને આ મુદ્દે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો વિચાર આવ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આ અંગે ગૃહમાં ચર્ચા કરશે. તે જાણે છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ ફરક પડવાનો નથી. સરકાર પાસે બહુમતી છે, પરંતુ તેના દ્વારા અમે મણિપુર પર અમારા મંતવ્યો રજૂ કરી શકીશું, ચર્ચા થશે અને પછી વડાપ્રધાને પણ જવાબ આપવાનો રહેશે. વિપક્ષની માગ હતી કે સરકારે નિયમ 267 હેઠળ વિગતવાર ચર્ચા કરવી જોઈએ અને બાદમાં પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ. જો કે, સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે તે નિયમ 176 હેઠળ ચર્ચા માટે તૈયાર છે. સરકારે વિપક્ષ પર ભાગી જવાનો આરોપ લગાવ્યો. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે અમિત શાહ મણિપુરની સ્થિતિ પર સંસદમાં જવાબ આપશે. પરંતુ વિપક્ષ આ માટે તૈયાર નહોતો.


મોદી સરકાર પાસે છે લોકસભામાં બહુમતી


ભલે ગૃહમાં વિપક્ષી દળો દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો હોય, પરંતુ વિપક્ષનો આ દાવ ઉલટો પણ પડી શકે છે. વિપક્ષી ગઠબંધન 'INDIA' પાસે લોકસભાના 537 સભ્યોમાંથી 143 સાંસદો છે. જ્યારે, મોદી સરકારને સમર્થન કરનારા લોકસભા સાંસદોની સંખ્યા લગભગ 333 છે. આવી સ્થિતિમાં સરકાર સંખ્યાના મામલામાં વિપક્ષી પાર્ટીઓને પાછળ છોડી દેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?