મોદી સરકાર સામે લવાયેલો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો, અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-08-10 21:36:34

મોદી સરકાર સામે વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાન આજે ગુરૂવારે (10 ઓગસ્ટ)ના રોજ પડી ગયો છે. પીએમ મોદીના જવાબ બાદ સંસદમાં ધ્વનીમતથી આ પ્રસ્તાવ પડી ગયો છે. આવું એટલા માટે થયું કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન વિરોધ પક્ષોએ વોકઆઉટ કર્યું હતું. લોકસભામાં પીએમ મોદીના જવાબ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેમાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ધ્વનિમતથી વોટિંગથી થયું હતું. ત્યારબાદ સંસદને 11 વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે આ ઘટનાક્રમમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ અધિર રંજનના ગેરવર્તન બાદ આ નિર્ણય લીધો હતો.    


વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ


કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધીર સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ઠરાવ મુજબ, કોંગ્રેસ નેતા ચૌધરી વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ રહેશે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.