'રામ અને રાષ્ટ્ર સાથે કોઈ સમજૂતી નહીં...', કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પ્રમોદ કૃષ્ણમે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-02-11 12:54:31

કોંગ્રેસ પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે એક સત્તાવાર પત્ર જારી કરીને આ માહિતી આપી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ વિરુદ્ધ અનુશાસનહીનતા અને વારંવાર નિવેદનોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનિય છે કે તાજેતરના સમયમાં પ્રમોદ કૃષ્ણમ ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસ અને તેના નેતાની ટીકાને કારણે ચર્ચામાં આવ્યા હતા. 


આચાર્ય પ્રમોદે આપી પહેલી પ્રતિક્રિયા


શનિવારે કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા બાદ આચાર્ય પ્રમોદની પહેલી પ્રતિક્રિયા રવિવારે આવી હતી. તેણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટેગ કરીને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખી છે. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે રાહુલ ગાંધીની હકાલપટ્ટી પર કટાક્ષ કરતા લખ્યું કે, રામ અને રાષ્ટ્ર સાથે સમાધાન થઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે પ્રમોદ કૃષ્ણમ જાહેર મંચ પર સતત ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.


કોંગ્રેસ પર કર્યા હતા કટાક્ષ

 

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સતત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા હતા. તેઓ તેમના નિવેદનોથી નારાજ હતા અને તેથી જ તેમણે કોંગ્રેસના ઘણા નેતાઓને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા. અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણ પત્રને ફગાવી દેનારા નેતાઓ પર પણ તેઓ નારાજ હતા. કોંગ્રેસના અગ્રણી નેતા હોવા છતાં, જ્યારે તેમણે ખુલ્લેઆમ પોતાની પાર્ટીનો વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે અટકળો શરૂ થઈ કે તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.