નીતિશ કુમાર આજે બપોરે આપશે રાજીનામું, સાંજે લેશે ફરી શપથ, ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો


  • Published By :
  • Published Date : 2024-01-28 12:45:03

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બપોર સુધીમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે સવારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. માનવામાં આવે છે કે જેડીયુ નેતા નીતિશ કુમાર રવિવારે સવારે પદ પરથી રાજીનામું આપી શકે છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન જવા રવાના થશે અને પછી રાજ્યપાલને રાજીનામું સોંપશે. 


2 ડેપ્યુટી સીએમ સાથે લેશે  શપથ 


નીતીશ કુમાર 2 ડેપ્યુટી સીએમ સાથે શપથ લેશે. આ બંને ડેપ્યુટી સીએમ ભાજપના હોઈ શકે છે. BJP-JDU તરફથી 14-14 મંત્રીઓ શપથ લઈ શકે છે. જીતન રામ માંઝીની પાર્ટીએ પણ 2 મંત્રી પદની માંગણી કરી છે.  



ઈન્ડિયા ગઠબંધન માટે મોટો ફટકો


નીતીશ કુમારના આ પગલાને તે ઈન્ડિયા બ્લોક માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ રહ્યા છે. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આજે પૂર્ણિયામાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરશે.


જેપી નડ્ડા પટણા પહોંચ્યા


બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થયા છે. નીતીશ રાજીનામું આપી શકે છે અને સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ પટના પહોંચી રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં તેઓ હાજર રહે તેવી શક્યતા છે. બીજી તરફ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ પોતાના નેતાઓ અને ધારાસભ્યો સાથે સતત બેઠકો કરી રહ્યા છે. ધારાસભ્યોની બેઠકમાં તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં મોટી રમત થવા જઈ રહી છે.


ભાજપે નીતિશ કુમાર સમક્ષ મૂકી છે શરત 


આ દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે નીતિશ કુમાર સમક્ષ શરત મૂકી છે કે પહેલા રાજીનામું આપો, પછી તમને સમર્થનનો પત્ર આપવામાં આવશે.


લાલુ પ્રસાદ યાદવની પુત્રી કર્યું ટ્વીટ


આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની પુત્રી ડો.રોહિણી આચાર્યએ બિહારના ઘટનાક્રમ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. "જ્યાં સુધી અમારી પાસે શ્વાસ છે, ત્યાં સુધી સાંપ્રદાયિક શક્તિઓ સામે અમારી લડાઈ ચાલુ રહેશે," તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની તેમની પોસ્ટમાં લખ્યું. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?