નિતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે, 28 જાન્યુઆરીએ લેશે શપથ, સુશીલ મોદી બનશે ડેપ્યુટી CM


  • Published By :
  • Published Date : 2024-01-26 14:55:55

બિહારમાં રાજકારણ ગરમાયું છે, આરજેડી સાથે ખેંચતાણ વચ્ચે નિતિશ કુમારે ફરી એક વાર રાજ્યમાં નવી સરકારની કવાયત શરૂ કરી છે. જેડીયૂએ પોતાના તમામ ધારાસભ્યોને તાત્કાલિક પટણા છોડવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં એનડીએના સહયોગી પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. મળતી જાણકારી મુજબ નિતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બની શકે છે, જ્યારે સુશીલ મોદી રાજ્યના ડેપ્યુટી સીએમ બનશે તેવી પુરી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે હાલ સુશીલ મોદી રાજ્યસભા સાંસદ છે અને તે 15 જુલાઈ 2017 થી 15 નવેમ્બર 2020 સુધી બિહાર સુધી ડેપ્યુટી સીએમ રહી ચુક્યા છે. આજે સાંજે ચાર કલાકે નિતિશ કુમાર રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. ભાજપ અને જેડીયુના સુત્રોના જણાવ્યા પ્રમાણે તારીખ 28મીએ બિહારમાં નવી સરકાર બની શકે છે. 


ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે


નિતિશ કુમાર કોંગ્રેસ અને આરજેડીથી નારાજ છે, તેઓ ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડી ફરી એનડીએમાં જોડાશે.જેડીયુએ કર્પૂરી ઠાકુરની 100 મી જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નિતિશ કુમારે પરિવારવાદ પર નિશાન સાધતા જ બિહાર રાજનિતીમાં પલટો આવ્યો હતો. નિતિશ કુમારનો ઈશારો લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાધી પર હતો. આ રાજકીય ઉથલપાથલમાં લાલૂની પુત્રીએ રોહિણીએ નિતિશને નિશાન બનાવીને વિવાદાસ્પદ ટ્વીટ કરતા નિતિશ કુમારે લાલુ યાદવની પાર્ટી સાતે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?