નીતિશ કુમાર બનશે JDUના નવા અધ્યક્ષ, લલન સિંહે આપ્યું રાજીનામું શા માટે, જાણો


  • Published By :
  • Published Date : 2023-12-29 21:45:58

આખરે રાજીવ રંજન ઉર્ફે લલન સિંહે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. લલન સિંહનું રાજીનામું બિહારના રાજકીય વર્તુળોમાં ઘણી  ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે. હવે સવાલ એ છે કે લલન સિંહે શા માટે JDU પ્રમુખ પદ છોડવું પડ્યું, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નીતિશ કુમારને પણ ઘરભેગા કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. લન સિંહે રાજીનામુ આપ્યું તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે, જેનું એક કારણ લાલુ યાદવ સાથેની તેમની વધી રહેલની ઘનિષ્ઠતા પણ છે. લલન સિંહના રાજીનામા બાદ બિહારનું રાજકારણ એટલું ગરમાયું છે કે ભાજપને તેમાં સૌથી મોટી તક દેખાઈ રહી છે. નિતીશ કુમાર પણ NDA સાથે ગઠબંધન કરે તેવી ચર્ચા ચાલી રહી છે.  


 નીતિશે કમાન સંભાળી


હવે બિહારના રાજકીય વર્તુળોમાં મોટો સવાલ એ છે કે નીતિશ કુમારનું આગળનું પગલું શું હશે. આ અંગે બે પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. પહેલી વાત એ છે કે નીતીશ પાસે હવે પક્ષના નિર્ણયો લેવાનો બંધારણીય અધિકાર છે. તે હાલમાં I.N.D.I.A એલાયન્સ સાથે છે. તેમની NDAમાં વાપસીની અટકળો પણ ચાલી રહી છે. નીતિશ કુમાર એ પણ જાણે છે કે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેમને ચણાના ઝાડ પર ચડાવી દીધા હતા, પરંતુ જ્યારે તેમનો સાથ આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે મૌન જાળવી રાખ્યું હતું. નીતિશ આ માટે લલન સિંહને પણ કાઁઈ ઓછા જવાબદાર નથી માનતા. નીતીશના નજીકના લોકોનું કહેવું છે કે I.N.D.I.A એલાયન્સમાં વાતચીત માટે જે સમિતિ બનાવવામાં આવી હતી તેમાં લલન સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. લલન સિંહે નીતિશનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો ન હતો. જ્યારે મમતા બેનર્જીએ સંયોજક પદને બિનજરૂરી ગણાવ્યું અને પીએમ પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો સીધો પ્રસ્તાવ મૂક્યો ત્યારે લાલુ યાદવ પણ મૌન રહ્યા હતા. આ બે બાબતો સિવાય નીતીશના લલનસિંહ સાથે અનેક મુદ્દે મતભેદ પણ હતા, જે તેમને પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવવાનું કારણ બન્યા હતા.


શું હતો લલન સિંહનો પ્લાન?


પહેલાથી જ તૈયાર કરાયેલી યોજના મુજબ પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં લાલુ યાદવે પીએમ પદ માટે નીતીશના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધી વર બનશે અને વિરોધ પક્ષો જાનૈયા બનશે. બાદમાં નીતીશના સંયોજક બનવાની શક્યતા પર પણ લાલુના મૌનથી પાણી ફરી વળ્યું હતું. નીતીશ વિપક્ષી ગઠબંધનમાં તેમની અવગણનાથી એટલા જ નાખુશ હતા અને મનમાને મનમા લલનને કોસતા હતા કે ગઠબંધનમાં વાતચીત માટે તેમને નામાંકિત કરીને તેમણે મોટી ભૂલ કરી છે. આ દરમિયાન નીતિશના જાસૂસોએ નીતિશને સનસનાટીભર્યો સંદેશ આપ્યો હતો. લલન સિંહે નીતિશને ઘેરવાની સંપૂર્ણ યોજના બનાવી હતી, જે તેમના જાસૂસોએ જાણી લીધો હતો. લલન ઈચ્છતા હતા કે જો નીતીશ જેડીયુના આરજેડીમાં વિલય માટે તૈયાર નથી તો જેડીયુને જ તોડી નાખવામાં આવે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?