બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સતત વિપક્ષી એકતાને આગળ વધારવાના પ્રયાસમાં લાગ્યા છે. વર્ષ 2024 પહેલા મોદી સરકારને ટક્કર આપવા માટે નીતિશ બાબુ તમામ વિપક્ષી પાર્ટીઓને એક કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે તેમણે આજે એટલે કે 12મી એપ્રિલે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને ત્યાર બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. બંને બેઠક દરમિયાન બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ સીએમ નીતિશની સાથે જોવા મળ્યા હતા.
#WATCH | Delhi: "We will unite as many opposition parties as possible," said Bihar CM Nitish Kumar after meeting Delhi CM Arvind Kejriwal and other leaders of Aam Aadmi Party in the national capital today. pic.twitter.com/nurci0foTV
— ANI (@ANI) April 12, 2023
દેશ હાલ ખૂબ જ મુશ્કેલ તબક્કામાં
#WATCH | Delhi: "We will unite as many opposition parties as possible," said Bihar CM Nitish Kumar after meeting Delhi CM Arvind Kejriwal and other leaders of Aam Aadmi Party in the national capital today. pic.twitter.com/nurci0foTV
— ANI (@ANI) April 12, 2023બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. કેજરીવાલને મળ્યા બાદ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે વધુને વધુ વિપક્ષી દળોને એકજુથ કરીશું. બંને મુખ્યમંત્રીઓ એક સાથે આવ્યા અને કહ્યું કે હાલ દેશ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકાર આજે દેશની અંદર છે. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આવે અને કેન્દ્રમાં સરકાર બદલે અને એવી સરકાર આવે જે દેશને વિકાસ આપી શકે.
વિપક્ષો એક થાઓ!
આ પૂર્વે નીતીશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. નીતિશ કુમારે ખડગે, રાહુલ અને તેજસ્વી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે દેશમાં વધુને વધુ પક્ષોને એક કરવાના તમામ પ્રયાસો કરીશું. અમે બધા સાથે મળીને કામ કરીશું. અમે આજના નિર્ણયો અનુસાર આગળ વધીશું. જેઓ સહમત છે, તેઓ તેમની સાથે બેસીને આગળની કાર્યવાહી નક્કી કરે છે.
આ દરમિયાન પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં તમામ પક્ષોને એકજૂથ કરીને એક થઈને લડવાનો અમારો નિર્ણય છે. આપણે બધા એક જ માર્ગ પર કામ કરીશું. તેજસ્વી જી, નીતિશ જી, અમારા બધા નેતાઓ જે અહીં બેઠા છે. આપણે બધા એક જ લાઇન પર કામ કરીશું.